Home /News /national-international /પત્નીનો પતિ પર ગંભીર આક્ષેપ: પતિ હેવાન બની પ્રાઇવેટ પાર્ટમાં નાખે છે લીંબુ, ફટકડી અને દારૂ
પત્નીનો પતિ પર ગંભીર આક્ષેપ: પતિ હેવાન બની પ્રાઇવેટ પાર્ટમાં નાખે છે લીંબુ, ફટકડી અને દારૂ
તસવીર: Shutterstock
પીડિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ આપી. આ મામલે પોલીસ પતિ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ. ડીએસપીએ આ મામલે કાર્યવાહી થઈ રહી હોવાની વાત કરી.
પાણીપત: હરિયાણાના પાનીપત (Panipat)માં હેવાનિયતની તમામ હદો પાર કરતો એક બનાવ સામે આવ્યો છે. દેશમાં દરરોજ મહિલા અત્યાચાર (Cruetly with women)ના બનાવ સામે આવતા રહે છે. પરંતુ આ કેસમાં તો મહિલા પર ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. અહીં એક મહિલાએ તેના પતિ (Husband) વિરદ્ધ માનસિક અને શારીરિક ત્રાસ (Physical and mental harassment)ના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પીડિતાએ તેના પતિ પર બળજબરીથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાનું અને પ્રાઇવેટ પાર્ટમાં લીંબુ, ફટકડી અને દારૂ નાખવાનો સંગીન આરોપ લગાવ્યો છે. આ મામલે પીડિતાએ તેના પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
માનસિક અને શારીરિક યાતના સહન કરી રહેલી આ મહિલાએ પોલીસને કાર્યશૈલી પર પણ ગંભીર પ્રશ્ન ઊઠાવ્યા છે. પીડિત મહિલાનું કહેવું છે કે આટલો ક્રૂર વ્યવહાર કરવામાં આવ્યા બાદ પણ પોલીસ તરફથી તેના પતિ વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં નથી આવી રહ્યા.
આ મામલે ડીએસપી સતીશ કુમાર વત્સે જણાવ્યુ હતુ કે, મહિલાની ફરિયાદ મળી છે. ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવશે. પીડિતાના 14 વર્ષ પહેલા પાનીપતના એક ગામમાં રહેતા અરુણ નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા લગ્ન જીવનથી બંનેને બે સંતાન છે.
પીડિતાનો આક્ષેપ છે કે તેનો પતિ લગ્ન બાદથી જ આવી પીડા આપી રહ્યો છે. પરંતુ હવે તેણે તમામ હદ પાર કરી દીધી છે. પીડિતાએ પોલીસને કહ્યુ છે કે તેના પતિને કડકમાં કડક સજા ફટકારવામાં આવે.
" isDesktop="true" id="1090537" >
ઇથિયોપિયામાં સામે આવ્યો હતો ક્રૂર બનાવ
મહિલા સાથે ક્રૂરતાનો એક બનાવ ગત અઠવાડિયે ઇથિયોપિયામાંથી સામે આવ્યો હતો. જ્યાં નરાધમોએ બર્બરતાની હદ વટાવતા એક મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો અને લોખંડના ખીલા નાખી દીધા હતા. ઇથિયોપિયા (Ethiopia)માં એક મહિલા પર દેશના સૈનિકોએ જ 11 દિવસ સુધી બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. 11 દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. ગામના લોકોએ મહિલાને જોઈ હતી. જે બાદમાં તેણીને હૉસ્પિટલ (Hospital) લઈ ગયા હતા. સારવાર બાદ મહિલા સાજી થઈ ગઈ છે. મહિલાએ લોકો સામે પોતાની આપવીતી કહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર