Home /News /national-international /

લગ્નમાં પોલીસની એન્ટ્રી થતા વરરાજા ઊભી પૂંછડિયે ભાગ્યો, કન્યા સાસરીના બદેલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ!

લગ્નમાં પોલીસની એન્ટ્રી થતા વરરાજા ઊભી પૂંછડિયે ભાગ્યો, કન્યા સાસરીના બદેલ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ!

17 વર્ષની સગીરાને પરણવા આવેલો વરરાજા પોલીસ જોઈને ભાગ્યો

લગ્ન સમારંભમાં બન્યો એવો બનાવ કે કન્યા સપ્તપદીના સાત ફેરા લઈને સાસરિયે પહોંચવાના બદલે પોલીસ મથકે પહોંચી, વર ઉભી પૂંછડિયે ભાગ્યો

  સુમિત કુમાર : લગ્ન પ્રસંગમાં (Marriage) પોલીસની (Police) એન્ટ્રી ક્યારેય પણ અપેક્ષિત હોતી નથી પરંતુ જ્યારે જ્યારે લગ્નોમાં પોલીસની એન્ટ્રી થાય ત્યારે શું સ્થિતિ થાય તેનું તાજું ઉદાહરણ આ કિસ્સો છે. આ કિસ્સામાં એક વર અને કન્યાના સપ્તપદીના સાત ફેરા શરૂ હતા તેવામાં પોલીસ ત્રાટક હતી. જોકે, એવું બન્યું કે પોલીસને જોતા જ વર ભાગ્યો અને પોલીસ મથકે પહોંચી ગઈ કન્યા.સાસરે જવાને બદલે આ કન્યાને કેમ પોલીસ મથક જવું પડ્યું તે જાણવા જેવું છે.

  બનાવ છે દેશના હરિયાણા (Haryana) રાજ્યના પાનીપતનો અહીંયા એક લગ્ન મંડપમાં પોલીસને એન્ટ્રી થતા વરરાજ ઊભી પૂંછડિયે ભાગ્યો હતો જ્યારે કન્યા બિચારી પોલીસ મથકમાં પહોંચી ગઈ હતી. કારણ જાણતા જાણવા મળ્યું કે આ લગ્ન બાળ વિવાહની (Child Marriage) યાદીમાં આવતા હતા. અહીંયા થઈ રહેલા લગ્નમાં એક 17 વર્ષની કિશોરીના 25 વર્ષના યુવક સાથે લગ્ન થઈ રહ્યા હતા.

  આ પણ વાંચો : રાજકોટ : સાંસદ ધડુકના ભાઈની કૉલેજમાં ચોરીનો CCTV Video, તિજોરી તોડી લાખોનો માલ ચોર્યો

  આ ઘટનાની જાણ મહિલા સુરક્ષા અને બાળ વિવાહ નિષેધ અધિકારી રજની ગુપ્તાને થતા તે પોલીસ સાથે માંડવામાં પહોંચી ગયા હતા. જેમાં વરને લગ્નની જાણ થતા જ તે નાસી ગયો હતો જ્યારે મહિલા અધિકારી ગુપ્તાએ ફોન કર્યો ત્યારબાદ તે પોલીસ મથકે આવ્યો હતો.

  ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના એક ગામમાં દેશરાજ કૉલોનીમાં રહેતો પરિવાર પોતાની 17 વર્ષની દીકરીનું લગ્ન કરાવવા જઈ રહ્યો હતો. દીકરીએ 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો જેના લગ્ન 25 વર્ષના પટેલ નગરના રહેવાસી એકાઉન્ટન્ટ સાથે થઈ રહ્યા હતા. જાન આવી ગઈ હતી અને લગ્ન મંડપમાં ફેરા શરૂ હતા એ વખતે જ પોલીસ અને અધિકારીઓ ત્રાટક્યા અને લગ્ન અટકાવવામાં આવ્યા.

  આ પણ વાંચો : વડોદરા : પોલીસની 'દાદાગીરી'નો CCTV Video, વડસરમાં પાનવાળાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો

  પોલીસને જોત જ વર ઊભી પૂંછડિયે ભાગ્યો જ્યારે કન્યાને પોલીસ મથકે લાવાવમાં આવી. કન્યાના પરિવારને સમજવવામાં આવ્યું કે તેના લગ્ન તે 19 વર્ષની ન થાય ત્યાં સુધી શક્ય નથી. જોકે, કન્યાના પરિવારે આ કાયદાની જાણ નથી તેવું રટણ કર્યુ. હાલમાં તો આ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Bride, Child-marriage, Crime news, Groom, Haryana News, Natiaonal News, Panipat, Wedding, પોલીસ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन