OMG: ફ્કત 29 સેકન્ડમાં ખૂંટિયાએ પછાડી પછાડીને આધેડને મારી નાખ્યા, વિચલિત કરતો Viral Video

માતેલા સાંઢનો આતંક, દીપચંદ બાપાને ઢીકે ચઢાવતા કરૂણ મોત

Bull Killed Old Man: શેરીમાં ઘૂસી આવેલા સાંઢે બાપાને પછાડીને પછાડીને જીવ લીધો, શેરીઓમાં ચઢી આવતા આવા ખૂંટિયાઓથી ચેતજો

  • Share this:
    સુમિત કુમાર : શેરીઓમાં અને મહોલ્લામાં માતેલા સાંઢનો (Bull Terror) ત્રાસ અવારનવાર જોવા મળે છે. આવા સાંઢના ત્રાસના કારણે લોકોને જીવ ગુમાવાવનો વારો આવતો હોય છે તેવા અનેક દાખલાઓ જોવા મળ્યા છે. આવો જ એક કિસ્સો ફરી સામે આવ્યો છે જેમાં શેરીમાં ઘૂસી ગયેલા માતેલા ખૂંટિયાએ એક બાપાનો (Bull Killed Old Man) જીવ લઈ લીધો. ઘટના હરિયાણાના (Haryana) પાનીપતની (Panipat) છે. સાંઢના આંતકનો આ વિચલિત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં (Viral video) વાયરલ થયો છે.

    બનાવની વિગતો એવી છે કે હરિયાણાના પાનીપત જિલ્લામાં એક માતેલા સાંઢે 63 વર્ષના વૃદ્ધને અડફેટે લીધા હતા. 63 વર્ષના દીપચંદ બાપાા શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંઢ ત્રાટક્યો હતો. આ ખૂંટિયાએ બાપાને પછાડી પછાડીને ફક્ત 29 સેકન્ડમાં તેમનો જીવ લઈ લીધો હતો. હૉસ્પિટલમાં લઈ ગયેલા દીપચંદ બાપાને તબીબોએ મૃત જાહેર કર્યા હતા.

    આ પણ વાંચો : વડોદરા : પોલીસની 'દાદાગીરી'નો CCTV Video, વડસરમાં પાનવાળાને મારી મારીને અધમૂવો કરી નાખ્યો

    દીપચંદ બાપા નિત્યક્રમ મુજબ હાથમાં લાકડી લઈને શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળા કલરનો એક માતેલો સાંઢ ત્રાટક્યો હતો. એણે બાપાને શિંગડે ભેરવવાનો પ્રયાસ કરતા દીપચંદ બાપાએ લાકડીથી પ્રતિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના શેરીના નાકે લાગેલા સીસીટીવી વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.



    દીપચંદ બાપાએ આ ખૂંટિયાના હુમલાનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે તે પણ સ્વાભાવિક હતું. તેમણે લાકડીથી ખૂંટિયાને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ તોફાને ચઢેલા ખૂંટિયાએ બાપાને ઢીકે લેતા બાપાના પ્રાણનું પંખેરૂં ઉડી ગયું હતું. સમગ્ર ઘટનાના કારણે વિસ્તારમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.

    આ પણ વાંચો : સુરત : બેફામ TRB જવાનની દાદાગીરીનો Viral Video, રીક્ષા પર દંડાવાળી કરી નુકસાની કરી


    પાલિકાની ઘોર બેદરકારી

    આ મુદ્દે સ્થાનિકોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક સમયથી શેરીઓમાં માતેલા સાંઢનો આતંક હતો પરંતુ પાલિકાની ઢોર પકડવા વાળી શાખા જાણે કે ફક્ત ચોપડા પર કાર્યરત હોય તેમ ક્યારેય ફરકી નહીં હોય જેના કારણે આ ખૂંટિયાના ઢીકે બાપાનું મોત થયું.
    Published by:Jay Mishra
    First published: