જમ્મુ કાશ્મીરમાં નવા-જૂનીના એંધાણ, અમિત શાહે રવિવારે દિવસભર કરી બેઠક

News18 Gujarati
Updated: August 4, 2019, 5:39 PM IST
જમ્મુ કાશ્મીરમાં નવા-જૂનીના એંધાણ, અમિત શાહે રવિવારે દિવસભર કરી બેઠક
જમ્મુ કાશ્મીર ડિવિઝનના એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમાર અમિત શાહને મળવા આવી પહોંચ્યા.

અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓ સાથે હાઇલેવલ મિટિંગ કરી, બેઠક પૂર્ણ થયા બાદ તુરંત કેન્દ્રમાં જમ્મુ કાશ્મીર ડિવિઝનના એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમાર અમિત શાહને મળવા આવી પહોંચ્યા.

  • Share this:
જમ્મુ કાશ્મીરની સ્થિતિ પર સતત કેન્દ્ર સરકારની નજર બનેલી છે. ગૃહમંત્રી અમિત શાહ એક-એક કરીને મિટિંગો કરી રહ્યાં છે. રવિવારે સૌથી પહેલા અમિત શાહે વરિષ્ઠ અધિકારીઓ સાથે હાઇલેવલ મિટિંગ કરી, બેઠક પૂર્ણ થયા બાદ તુરંત કેન્દ્રમાં જમ્મુ કાશ્મીર ડિવિઝનના એડિશનલ સેક્રેટરી જ્ઞાનેશ કુમાર અમિત શાહને મળવા આવી પહોંચ્યા.

માનવામાં આવી રહ્યું છે કે કાશ્મીરને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચે તકરાર ચરમસીમાએ છે. ભારતના ગૃહમંત્રી અમિત શાહે પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગાવા, આઇબી ચીફ અરવિંદ કુમાર અને રો સામંત કુમાર ગોયલ સાથે બેઠક કરી.

અહીં ક્લિક કરી વાંચોઃ J&K: ભારતીય જવાનની વાયરલ તસવીરની આ છે વાસ્તવિક્તા

ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં પણ બેઠકોનો દોર શરૂ થયો છે. પાકિસ્તાની સેનાનુંક હેવું છે કે ભારત તરફથી ક્લસ્ટર બોમ્બનો પ્રયોગ થઇ રહ્યો છે. જેનાથી ખાડીમાં સ્થિતિ ભયાનક બની છે. પાકિસ્તાની પીએમએ આ મુદ્દે ત્યાંના એનએસએ અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી.

સૂત્રોનું કહેવું છે કે ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરની હાલની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ દરમિયાન ખબર આવી રહી છે કે ગૃહમંત્રી અમિત શાહ આવતા સપ્તાહે કાશ્મીર પ્રવાસે જઇ શકે છે. અમિત શાહ સંસદ સત્ર પૂર્ણ થયા બાદ બે દિવસ માટે ઘાટીના પ્રવાસે જઇ શકે છે. શાહ પોતાના આ પ્રવાસ દરમિયાન જમ્મુ પણ જશે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેન્દ્ર સરકારે એડવાઇઝરી જાહેર કરી અમરનાથ યાત્રી અને પર્યટકોને પોતાની યાત્રા રોકી ઘરે પરત ફરવાની સલાહ આપી હતી. પર્યટકોને કાશ્મીર છોડવાની સૂચના આપવામાં આવી છે, સાથે જ જમ્મુ કાશ્મીરમાંથી મોટા પાયે વિસ્ફટકો અને સ્નાઇપર ગન મળી આવી છે.
First published: August 4, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading