Home /News /national-international /પંડિત નહેરુના કારણે ન થઈ શકી શ્યામા પ્રસાદ મુખર્જી હત્યાકાંડની તપાસ : નડ્ડા

પંડિત નહેરુના કારણે ન થઈ શકી શ્યામા પ્રસાદ મુખર્જી હત્યાકાંડની તપાસ : નડ્ડા

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે ફરી એકવાર કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો

ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે ફરી એકવાર કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો

ન્યૂઝ18 ગુજરાતી : ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે ફરી એકવાર કોંગ્રેસ પર મોટો હુમલો કર્યો છે. જેપી નડ્ડાએ કહ્યું કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના મોતની તપાસ સમગ્ર દેશ કરાવવું માંગતું હતું, પરંતુ પંડિત નહેરુએ તેની તપાસના આદેશ ન આપ્યા. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર તેમને યાદ કરતાં નડ્ડાએ કહ્યું કે ડૉ. મુખર્જીનું બલિદાન ક્યારેય વ્યર્થ નહીં જાય, ભાજપ તેને લઈને પ્રતિબદ્ધ છે. તેની સાથે જ તેમણે કહ્યું કે ડૉ. મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદ, દૂરંદેશી અને દિશા આપનારા અમારા નેતા હતા. તેઓએ કહ્યું કે ડૉ. મુખર્જી કોઈ પદથી જોડાયેલી વ્યક્તિ નહોતા, તે તો દેશની સેવા કરવા માટે આગળ આવ્યા હતા.

જેપી નડ્ડાએ જણાવ્યું કે ડૉ. મુખર્જીએ કહ્યું હતું કે ભારતના તિરંગાનું જ સન્માન થવું જોઈએ તેથી બે નિશાન, બે કાયદા અને બે પ્રધાન નહીં ચાલે. તેમના બલિદાનના કારણે જે આજે જમ્મુ-કાશ્મીરથી પરમિટ સિસ્ટમ સમાપ્ત થઈ છે.

ડૉ. મુખર્જીએ પોતાના જીવનમાં જે કાર્ય કર્યા તે એ વખતના સમયથી ઘણા આગળ હતા. તેમના જ પ્રયાસોથી જ આજે પશ્ચિમ બંગાળ અને કાશ્મીર ભારતના અભિન્ન અંગ છે. દેશ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને સદાય સ્મરણ કરતો રહેશે.

આ પણ વાંચો, મહિનામાં 30 કેરી ખાવાની હતી મંજૂરી, લાલૂએ 10 દિવસમાં કરી દીધી પૂરી

ઉલ્લેખનીય છે કે, રવિવારે શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના અન્ય નેતાઓએ રાજધાની દિલ્હીના ભાજપ હેડક્વાર્ટરમાં શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
First published:

Tags: Amit shah, Jawaharlal Nehru, JP Nadda, કોંગ્રેસ, ભાજપ, ભારત

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો