Pandit Birju Maharaj Dies: પ્રખ્યાત કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજનું (Kathak dancer Pandit Birju Maharaj) નિધન થયું છે. પદ્મ વિભૂષણ 83 વર્ષીય બિરજુ મહારાજને હાર્ટ એટેક (heart attck) આવ્યા બાદ રવિવાર અને સોમવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ (Swaransh Mishra) સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગેની માહિતી આપી હતી.
નોંધનીય છે કે, કથ્થક ગુરૂ પંડિત બિરજૂ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી, 1938ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં (Varanashi) થયો હતો. બિરજુ મહારાજનું આખું નામ બ્રિજમોહન મિશ્રા (BrijMohan Mishra) છે. ઉત્તમ ડાન્સર હોવાની સાથે સાથે બિરજુ મહારાજની હિન્દુસ્તાની ક્લાસિક મ્યુઝિક ઉપર પણ સારી પકડ હતી.
13 વર્ષે ડાન્સ શીખવાનું કર્યુ હતુ શરૂ
બિરજુ મહારાજ દેશના પ્રખ્યાત કથ્થક ઘરાનાથી સંબંધ ધરાવે છે. તેઓ જગ્ગનાથ મહારાજના પુત્ર છે. બિરજૂ મહારાજને તેમના અંકલ લછ્છુ મહારાજ અને શંભૂ મહારાજે કથ્થકની ટ્રેનિંગ આપી છે. પિતાના મૃત્યુ બાદ ખૂબ જ સંઘર્ષ બાદ બિરજૂ મહારાજનો પરિવાર દિલ્હી આવ્યો હતો. બિરજૂ મહારાજે 13 વર્ષની નાની ઉંમરે સંગીત ભારતીમાં ડાન્સ શીખવાનું શરૂ કરી દીધું હતું.
1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા
બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. આ સાથે તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ મળી ચૂક્યા છે. બનારસ હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરી હતી.
2012માં, તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં બાજીરાવ મસ્તાનીના ગીત 'મોહે રંગ દો લાલ'ને કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
Kathak maestro Pandit Birju Maharaj passes away, says his relative
અદનાન સામીએ સોશિયલ મીડિયા પર લખ્યું - મહાન કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજના નિધનના સમાચારથી હું ખૂબ જ દુખી છું. આજે આપણે કલા ક્ષેત્રે એક અનોખી સંસ્થા ગુમાવી છે. તેણે પોતાની પ્રતિભાથી ઘણી પેઢીઓને પ્રભાવિત કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર