નવી દિલ્હી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ (Akhil Bharatiya Prachar Pramukh) સુનીલ આંબેકરે (Sunil Ambekar) રવિવારે RSSને પાંચજન્ય-ઇન્ફોસિસ વિવાદથી (Panchjanya Vs Infosys Controversy) અલગ કરવાનો પ્રયાસ કરતા કહ્યું કે, ભારતના વિકાસમાં આ આઇટી દિગ્ગજ કંપનીની અગત્યની ભૂમિકા હતી. એવું સ્વીકાર કરતા કે કંપની દ્વારા વિકસિત પોર્ટલોની સાથે સમસ્યા હોઈ શકે છે, આબેકરે કહ્યું કે, પત્રિકા (પાંચજન્ય) સંઘનું ઓફિશિયલ મુખપત્ર નથી અને વિચારોને વ્યક્તિગત માનવા જોઈએ.
સુનીલ આંબેકરે ટ્વીટ કરીને કહ્યું કે, ભારતીય કંપની હોવાના કારણે ઇન્ફોસિસનું (Infosys) ભારતની (India) ઉન્નતિમાં અગત્યનું યોગદાન છે. ઇન્ફોસિસ સંચાલિત પોર્ટલને લઈ કેટલાક મુદ્દાઓ હોઈ શકે છે પરંતુ પાંચજન્યમાં (Panchjanya) આ સંદર્ભમાં પ્રકાશિત લેખ, લેખકના પોતાના વ્યક્તિગત વિચાર છે તથા પાંચજન્ય સંઘનું મુખપત્ર નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આ લેખમાં વ્યક્ત વિચારો સાથે ન જોડવું જોઈએ.
अतः राष्ट्रीय स्वयंसेवक संघ को इस लेख में व्यक्त विचारों से नहीं जोड़ा जाना चाहिए । @editorvskbharat
RSS સાથે જોડાયેલી પત્રિકા પાંચજન્યએ આઇટી કંપની ઇન્ફોસિસ પર અભૂતપૂર્વ હુમલો કરતાં આરોપ લગાવ્યો કે બેંગલુરુ સ્થિત કંપની જાણી જોઈને ભારતીય અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. પત્રિકાએ કંપની પર નક્સલીઓ, ડાબેરીઓ અને ટુકડે-ટુકેડે ગેંગની મદદ કરવાનો પણ આરોપ લગાવ્યો.
આ સાપ્તાહિક પત્રિકાએ પોતાની કવર સ્ટોરી સાખ ઔર આગત (પ્રતિષ્ઠા અને નુકસાન)માં આરોપ લગાવ્યો કે આવું પહેલીવાર નથી જ્યારે ઇન્ફોસિસે એક સરકારી પરિયોજનામાં ગડબડ કરી હતી. લેખમાં કહેવામાં આવ્યું છે કે સરકારી સંગઠન અને એજન્સીઓ ઇન્ફોસિસને મહત્વ્ગની વેબસાઇટો અને પોર્સ્Sે માટે કોન્ટ્રાક્ટ આપવામાં ક્યારેય ખચકાતી નથી, કારણ કે તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત સોફ્ટવેર કંપની પૈકી એક છે.
જોકે, આ લેખમાં આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું છે કે, ઇન્ફોસિસ દ્વારા વિકસિત GST અને ઇન્કમ ટેક્સ રિટર્ન પોર્ટલ્સ, બંનેમાં ગડબડના કારણે દેશની અર્થવ્યવસ્થામાં કરદાતાઓના ભરોસાઓને આઘાત લાગ્યો છે. શું ઇન્ફોસિસના માધ્યમથી કોઈ રાષ્ટ્રવિરોધી તાકાત ભારતના આર્થિક હિતોને આઘાત પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે?
જો કે લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેગેઝિન પાસે આના સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ તેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ફોસિસ પર અનેક વખત "નક્સલીઓ, ડાબેરીઓ અને ટુકડે-ટુકડે ગેંગ"ની મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમાં એવું પણ પૂછવામાં આવ્યું છે કે, શું ઈન્ફોસિસ 'પોતાના વિદેશી ગ્રાહકોને પણ આવી જ ખરાબ સેવા પૂરી પાડશે?
આ મામલામાં સપર્ક કરવા પર પાંચજન્યના સંપાદક હિતેશ શંકરે જણાવ્યું કે, ઇન્ફોસિસ એક મોટી કંપની છે અને સરકારે તેની વિશ્વસનીયતાના આધાર પર તેને ઘણા અગત્યના કાર્ય આપ્યા છે. શંકરે કહ્યું કે, આ ટેક્સ પોર્ટલ્સમાં ગડબડ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે અને જે લોકો તેના માટે જવાબદાર છે તેમને જવાબદાર જાહેર કરવા જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર