પશ્વિમ બંગાળના મંત્રી સુબ્રત મુખર્જીનું હાર્ટ એટેકથી નિધન, લાંબા સમયથી હતા બીમાર

સુબ્રત મુખર્જીની ફાઈલ તસવીર

west bengal news: સુબ્રત મુખર્જી (subrata mukherjee) રાજ્યના પંચાયત મંત્રી (Panchayat minister) હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના હાલચાલ જાણવા માટે કોલકાત્તા સરકારી હોસ્પિટલ (kolkatta Government hospital) એસએસકેએમ ગયા હતા.

 • Share this:
  કોલકાત્તાઃ તૃણમૂળ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પશ્વિમ બંગાળ સરકારના મંત્રી સુબ્રત મુખર્જીનું (Subrata Mukherjee Died) નિધન થયું છે. સુબ્રત મુખર્જીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 75 વર્ષીય મુખર્જી લાંબા સમયથી બીમાર હતા.

  સુબ્રત મુખર્જી રાજ્યના પંચાયત મંત્રી હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના હાલચાલ જાણવા માટે કોલકાત્તા સરકારી હોસ્પિટલ એસએસકેએમ ગયા હતા. ત્યારબાદ મુખર્જીનું આજે ગુરુવારે મોડી સાંજે નિધન થયાની જાહેરાત થઈ હતી.

  મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે હું વિશ્વાસ નથી કરી શકતી કે તેઓ હવે એ અમારી સાથે નથી. તેઓ પાર્ટીના એક સમર્પિત નેતા હતા. આ મારા માટે વ્યક્તિગત ક્ષતિ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તેમનો પાર્થિવ શરીર લોકોના અંતિમ દર્શન માટે શુક્રવારે સવારે કોલકાત્તા સ્થિત રબીન્દ્ર સદનમાં કાશે.

  હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુખર્જીને શ્વાસ લેવા માટે ગંભીર મુશ્કેલીઓ થતી હતી. ત્યારબાદ તેમને છેલ્લા સપ્તાહથી સાઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
  Published by:ankit patel
  First published: