જેલની બહાર આવતાની સાથે જ હનીપ્રીતે આ ત્રણ કામ કર્યાં

News18 Gujarati
Updated: November 7, 2019, 8:49 PM IST
જેલની બહાર આવતાની સાથે જ હનીપ્રીતે આ ત્રણ કામ કર્યાં
હનીપ્રિતની રામ રહીમ સાથેની તસવીર

બુધવારે પંચકુલા કોર્ટે હનીપ્રીતને હિંસા ફેલાવવા અને હિંસાના કેસમાં જામીન આપ્યા હતા. આ હિંસા વર્ષ 2017માં પંચકુલામાં થઈ હતી જ્યારે રામ રહીમની પોલીસે ધરપકડ કરી હતી

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ હરિયાણાના (Haryana)સિરસાના (Sirsa) ડેરા સચ્ચા સૌદામાં (Dera Sacha Sauda) એકવાર ફરીથી હલચલ શરૂ થઈ છે. ગુરમીત રામ રહીમની (Gurmeet Ram Rahim) કથિત પુત્રી હનીપ્રીત ઈસા (Honeypreet) જેલમાંથી મુક્ત થયા બાદ બુધવારે મોડી સાંજે અહીં પહોંચ્યા પછી ગુફામાં રહી હતી. પરંતુ સવાર થતાની સાથે જ ફટાફટ અનેક કામો થવા લાગ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં હનીપ્રીત રામ રહીમના વિખરાયેલા નેટવર્કને એકવાર ફરીથી જોડનું કામ કરશે. એકવાર ફરથી ડેરાની કમાન હનીપ્રીતના હાથોમાં આવશે.

ગુરુવારે સવારે હનીપ્રીતે આ ત્રણ કામ કર્યા
રામ રહીમ અને હનીપ્રીત જેલમાં ગયા બાદ સામાન્યરીતે અહીં શાંતિ દેખાતી હતી.પરંતુ ગુરુવારે સવારે ખુબ જ હલચલ જોવા મળી હતી. ડેરા અને તેની નજીક શાહ સતનામપુરા જવાના રસ્તાઓ ઉપર બેરીકેડ લગાવવામાં આવ્યા હતા. સતનામપુરા અને ડેરા ઉપર વૉચ વધારી દેવાઈ. કોઈપણ હનીપ્રીત સુધી પહોચવાની કોશિશ ન કરે એટલા માટે આવું કરવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, શાહ સતનામપુરામાં હનીપ્રીતનું ઘર છે. તે અહીં પોતાના પરિવાર સાથે રહે છે.

આ પણ વાંચોઃ-ઇન્ટરનેટ ઉપર છવાઈ ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે, જુઓ ફોટોશૂટની તસવીરો

ડેરામાં બનેલા ચર્ચાઘરમાં રંગ-રોગાનનું કામ ચાલી રહ્યું છે. આગામી રવિવારે અહીં સમાગમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે હનીપ્રીત પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે. હનીપ્રીત ડેરાના ખાસ લોકો સાથે મુલાકાત કરી રહી છે. હનીપ્રીત એકવાર ફરીથી ડેરાનું બધું જ નિયંત્ર પોતાના હાથમાં લેવા માંગે છે.

આ પણ વાંચોઃ-આ 5 ઘરેલું ઉપાય તમારા કાળા પડેલા હાથ, પગ અને ચહેરો ચમકાવશેડેરાના સમર્થકો બોલ્યા કે હનીપ્રીત બહાર આવી હવે રામ રહીમનો વારો
ડેરા સચ્ચા સોદાના સમર્થકોએ કહ્યું કે, કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત હનીપ્રીત જેલથી બહાર આવી ગઈ છે. તેઓ આશા રાખી રહ્યા છે કે, કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત તેમના ગુરુ પણ ટૂંક સમયમાં જેલમાંથી બહાર આવશે. ડેરાના સમર્થકોએ હનીપ્રીતની જેલમુક્તી ઉપર મોડી રાત સુધી ફટાકડા ફોડ્યા હતા.

આ પણ વાંચોઃ-ડૉક્ટરોએ અમિતાભ બચ્ચનને આપી આવી ચેતવણી, જાણો શું છે મામલો

ઉલ્લેખનીય છે કે બુધવારે પંચકુલા કોર્ટે હનીપ્રીતને હિંસા ફેલાવવા અને હિંસાના કેસમાં જામીન આપ્યા હતા. આ હિંસા વર્ષ 2017માં પંચકુલામાં (Panchakula violence) થઇ હતી જ્યારે રામ રહીમની બે સાધ્વીઓ સાથે રેપ અને યૌન શોષણના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. (રિપોર્ટ મોહિત મલ્હોત્રા)
First published: November 7, 2019, 8:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading