યુવકે લિવ-ઇન પાર્ટનરની કરી હત્યા, લાશને દીવાલમાં ચણી દીધી- પોલીસ

પ્રતીકાત્મક તસવીર

બાથરુમની દીવાલ તોડવામાં આવી તો પોલીસના પણ રૂંવાડા ઊભા થઈ ગયા, 4 મહિના પહેલા પ્રેમિકાની કરી હતી હત્યા

  • Share this:
    પાલઘર. મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 32 વર્ષીય એક યુવક પર પોતાની પ્રેમિકાની હત્યા (Murder) કરવાનો આરોપ લાગ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શખ્સે પોતાની ગર્લફ્રેન્ડની હત્યા કરી તેની લાશને દીવાલમાં ચણી દીધી. પોલીસ (Police)ના જણાવ્યા મુજબ બંને લિવ-ઇન પાર્ટનર (Live in Partner) હતા. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. હત્યાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

    મીડિયા રિપોર્ટ્સ મુજબ, વૃંદાવન દર્શન કોમ્પલેક્સના ફ્લેટ નંબર 101માં સૂરજ હરમલકર અને તેની લિવ ઇન પાર્ટનર અમિતા મોહિતે રહેતા હતા. આ વિસ્તારના લોકોનું કહેવું હતું કે છેલ્લા કેટલાક દિવસોગી માત્ર સૂરજ જ જોવા મળી રહ્યો હતો. અમિતા અચાનકથી જ ગુમ થઈ ગઈ હતી. ત્યારબાદ આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. સૂરજના ફ્લેટ પર પોલીસની ટીમ ફોરેન્સિક એક્સપર્ટ્સની સાથે પહોંચી. આ ઉપરાંત પોલીસની સાથે કેટલાક મજૂર પણ હતા.

    આ પણ વાંચો, ઘરેથી મંદિરે દર્શન કરવા જઈ રહેલા યુવક પર વરસાવી ગોળીઓ, ઘટનાસ્થળે જ મોત

    દીવાલની અંદર લાશ

    પોલીસે ફ્લેટમાં બાથરૂમની દીવાલને જેવી તોડાવવાની શરૂઆત કરી તો ત્યાં હાજર લોકોના હોશ ઊડી ગયા. દીવાલની અંદર લાશ હતી. લાશ લગભગ સડી ચૂકી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ લાશ લગભગ 4 મહિના જૂની હતી. સૂરજ અને અમિતા આ ફ્લેટમાં ભાડે રહેતા હતા. પોલીસે અમિતા મોહિતેની લાશને કબજામા; લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. બીજી તરફ પૂછપરછ માટે સૂરજની ધરપકડ કરવામાં આવી છે.

    આ પણ વાંચો, આને કહેવાય Jackpot! 7 લાખ રૂપિયામાં ઘર ખરીદ્યું, અંદર મળ્યો કરોડોનો ખજાનો

    6 વર્ષથી સાથે રહેતા હતા

    પોલીસનું કહેવું છે કે સૂરજ અને અમિતા છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં હતા. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અમિતાએ લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું તો સૂરજે તેને પોતાના રસ્તેથી હટાવવાનો પ્લાન બનાવી દીધો. ગયા વર્ષે 21 ઓક્ટોબરે સૂરજ અને અમિતા શોપિંગ માટે સાથે ગયા હતા. પરંતુ બાદમાં તે ઘરે પરત ફરી નહીં. સૂરજ તેના વોટ્સઅપથી ઘરવાળાઓને મેસેજ મોકલતો રહ્યો. બાદમાં અમિતાને શંકા જતાં પોલીસને જાણ કરતાં ભાંડો ફુટ્યો.
    Published by:Mrunal Bhojak
    First published: