પાલઘર જિલ્લામાં આવેલી કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ ફાટી નીકળી છે. (પ્રતિકાત્મક ફોટો)
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બૈસર MIDC વિસ્તારમાં બોઈલર ફાટતાં ભગેરિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ત્રણ કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આગની ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ફેક્ટરીની અંદર ઘણા લોકો હજી ફસાયા હોવાની શક્યતા છે. પાલઘર જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બાદ તરત જ ઘાયલોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બૈસર MIDC વિસ્તારમાં બોઈલર ફાટતાં ભગેરિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં ત્રણ કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. આગની ઘટનાની માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. ફેક્ટરીની અંદર ઘણા લોકો હજી ફસાયા હોવાની શક્યતા છે. પાલઘર જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બાદ તરત જ ઘાયલોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રોડક્શન દરમિયાન ફાટ્યું બોઈલર
રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે ફેક્ટરીમાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા કામદારોને સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને સારવાર શરૂ કરવામાં આવે. તારાપુર ઔદ્યોગિક વસાહતના પ્લોટ નંબર ડી 117 પર આવેલ ભગેરિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં પ્રોડક્શન દરમિયાન સાંજે 4.30 વાગ્યે બોઇલર ફાટ્યું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બે મજૂરોનું ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક કામદારનું સારવાર દરમિયાન મોત થયું હતું.
દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા મંજૂરો
આ ઘટનામાં 10થી વધુ મજૂરો દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે બોઈસરની શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થયેલા કેટલાક મજૂરોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે. ઇજાગ્રસ્ત તમામ કામદારો કોન્ટ્રાક્ટ કામદારો હોવાથી પોલીસ તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. કપડાની ડાઈંગ પ્રક્રિયામાં જરૂરી એસિડનું ઉત્પાદન સવારે 3 વાગ્યાથી કંપનીમાં શરૂ કરવામાં આવ્યું હતું.
બોઈલરનું તાપમાન અને દબાણ વધતા બ્લાસ્ટ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. બોઈસર તારાપુર એશિયાનો સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે અને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે. ઉલ્લેખનીય છે કે આવી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં સંબંધિત સુરક્ષા વિભાગ આ ઘટનાઓની અવગણના કરી રહ્યું છે.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર