Home /News /national-international /Terror Attack in Israel : ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ રસ્તા પર ગોળીબાર કર્યો, 5 ના મોત
Terror Attack in Israel : ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ રસ્તા પર ગોળીબાર કર્યો, 5 ના મોત
ઈઝરાયેલમાં પેલેસ્ટિનિયન આતંકવાદીએ રસ્તા પર ગોળીબાર કર્યો
Terror Attack in Israel Tel Aviv: કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પેલેસ્ટિનિયન છે. પોલીસનું માનવું છે કે આતંકવાદી પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે જોડાયેલા હતા. તેમણે ગેરકાયદેસર હથિયારોના વેચાણ માટે છ મહિનાની જેલની સજા પણ ભોગવી હતી. હાલમાં પોલીસે આ મામલામાં 8 પેલેસ્ટાઈનની અટકાયત કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
ઈઝરાયેલના બાની બ્રાક શહેરમાં આતંકી હુમલો (Terror Attack in Israel Tel Aviv) થયો છે. આ હુમલામાં 5 લોકોના મોત થયા છે. 'ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ'ના અહેવાલ અનુસાર, એક બાઇક સવારે રસ્તા પર ચાલી રહેલા લોકો પર એક પછી એક ગોળીબાર કર્યો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની જવાબી કાર્યવાહીમાં એક આતંકીનું મોત થયું છે. આ સાથે જ અન્ય એક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓ પેલેસ્ટિનિયન છે. પોલીસનું માનવું છે કે આતંકવાદી પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે જોડાયેલા હતા. તેમણે ગેરકાયદેસર હથિયારોના વેચાણ માટે છ મહિનાની જેલની સજા પણ ભોગવી હતી. હાલમાં પોલીસે આ મામલામાં 8 પેલેસ્ટાઈનની અટકાયત કરી છે. આ મામલે તપાસ ચાલી રહી છે.
આરબ આતંકવાદનો સામનો કરી રહ્યુ છે ઇઝરાયેલ - નફતાલી બેનેટ
ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું- 'ઈઝરાયેલ આરબ આતંકવાદના ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે.' આ ઉપરાંત, તે સંરક્ષણ અને જાહેર સુરક્ષા મંત્રીઓ, ઇઝરાયેલ પોલીસ કમિશનર અને અન્યો સાથે પરિસ્થિતિની સમીક્ષા કરશે. વડાપ્રધાન કાર્યાલયે આ જાણકારી આપી.
છેલ્લા એક સપ્તાહમાં આ ત્રીજો આતંકી હુમલો છે. પહેલો હુમલો હાડેરામાં થયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા. બીજો હુમલો બિરશેવા શહેરમાં એક શોપિંગ સેન્ટરની બહાર થયો હતો, જ્યાં એક આતંકવાદીએ છરી વડે ચાર લોકોની હત્યા કરી હતી. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મોત થયા છે. 2006 પછી આ પ્રથમ વખત છે જ્યારે એક અઠવાડિયામાં 11 લોકોના મોત થયા છે.
ભારત પ્રવાસ પહેલા નફતાલી કોરોના પોઝિટીવ
તમને જણાવી દઇએ કે ઇઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ 2 એપ્રિલે ભારતના પ્રવાસે આવવાના હતા પરંતુ તેના એક અઠવાડિયા પહેલા જ તેઓ કોરોના સંક્રમિત થઇ ગયા. જેના કારણે તેમણે પોતાનો ભારત પ્રવાસ મોકૂફ રાખવો પડ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર