Home /News /national-international /

સરકારી ઓફિસમાં કર્મચારીઓએ દારૂની મહેફીલ સજાવી, ગીતના તાલે મસ્તીમાં ઝૂમ્યા, જુઓ VIDEO

સરકારી ઓફિસમાં કર્મચારીઓએ દારૂની મહેફીલ સજાવી, ગીતના તાલે મસ્તીમાં ઝૂમ્યા, જુઓ VIDEO

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા પછી મામલાની તપાસ શરૂ કરી છે

viral video - આ મહેફીલનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media Viral Video)ઘણો વાયરલ થઇ રહ્યો છે, ટેબલ ખખડાવતા ‘ફિરકી વાલી તૂ કલ ફિર આના’ગીત જોર શોરથી ગાવામાં આવી રહ્યું છે

    ધર્મશાલા : દારૂના (liquor)ગ્લાસ ટેબલ પર ગોઠવેલા છે અને સરકારી ઓફિસમાં (Government office)મહેફીલ જામેલી છે. ટેબલ ખખડાવતા ‘ફિરકી વાલી તૂ કલ ફિર આના’ગીત જોર શોરથી ગાવામાં આવી રહ્યું છે. આ ઘટના હિમાચલ પ્રદેશના (Himachal Pradesh)પાલમપુરની (Palampur Viral Video)છે. અહીં દારૂના નશામાં (liquor party)મસ્ત કર્મચારીઓએ એક સરકારી કાર્યાલયમાં જોરશોરથી દાવત ઉડાવી હતી. આ કર્મચારીઓએ ટેબલ ખખડાવીને ગીત-સંગીતનો પણ ઘણો આંનદ લીધો હતો.

    કાર્યાલયમાં કર્મચારીઓની આ મહેફીલનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social media Viral Video)ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કર્મચારીઓ દારૂ સાથે ગીત-સંગીતની મજા લેતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા પછી એસડીએમ પાલમપુરે મામલાની તપાસ શરૂ કરી છે.

    આ પણ વાંચો - દિલ્હીથી જયપુર ફરવા આવી યુવતી, એક વ્યક્તિએ કરી દીધી હત્યા, પોલીસે 1500 KM પીછો કરી આરોપી પકડ્યો

    જાણકારી પ્રમાણે મહેફીલમાં મસ્ત આ કર્મચારીઓનો કોને અને ક્યારે વીડિયો બનાવ્યો તેની કર્મચારીઓને ખબર નથી. હવે વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લગભગ એક ડઝન કર્મચારી ઉપસ્થિત છે. આ રાજસ્વ વિભાગથી સંબંધિત બતાવવામાં આવે છે. જેમાં એક વિભાગનો અધિકારી પણ છે અને તેમના ચહેરા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.


    આ વીડિયો ક્યારે બન્યો છે તેની ન્યૂઝ 18 પૃષ્ટી કરતું નથી. તેની હાલ કોઇને જાણ થઇ નથી. વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયામાં બહાર આવ્યો છે. વીડિયો બહાર આવતા જ વિભાગમાં હડકંપ મચી ગયો છે. સરકારી કર્મચારીઓના કાર્યાલયમાં આ દાવતને લઇને ઘણી ચર્ચા થઇ રહી છે. સૂત્રોના મતે ઘણા વિભોગાના કર્મચારી સાંજે કામ પુરુ થતા જ સરકારી વિશ્રામગૃહ કે કાર્યાલયના ટેબલ પર પોતાની મહેફીલ સજાવે છે.

    આ પણ વાંચો - ઐતિહાસિક સ્થળ પર કપલે બાંધ્યો શારીરિક સંબંધ, લોકોએ બનાવ્યો વીડિયો

    કાંગડાના ડીસી જિલ્લાધીશ નિપુણ જિંદલે કહ્યું કે વીડિયો તેના ધ્યાનમાં આવ્યો છે અને પાલમપુરના SDMને આ બાબતે તપાસના આદેશ જાહેર કરી દીધા છે. કોણ કોણ કર્મચારી ઉપસ્થિત છે તેની તપાસ શરૂ કરી દીધી છે. તે વિશે જલ્દી માહિતી સામે આવશે. જો વીડિયો જૂનો હશે અને તેની તપાસ થઇ છે કે નહીં તે વિશે પણ જાણકારી માંગવામાં આવી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Social media, વાયરલ વીડિયો, હિમાચલ પ્રદેશ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन