મુંબઈ ફિલ્મ સિટીમાં પાકિસ્તાની આર્ટિસ્ટ અને નવજોત સિદ્ધુની એન્ટ્રી પ્રતિબંધિત

નવજોત સિદ્ધુની ફાઇલ તસવીર

21મી ફબ્રુઆરીએ એક પ્રેસ રિલિઝમાં ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન દ્વારા સોની ચેનલ અને સિદ્ધુને શોની બહાર કરવાની ધમકી આપી.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા આતંકી હુમલા બાદ નવજોત સિંહ સિદ્ધુએ આપેલું નિવેદન વિવાદોનું કારણ બન્યું છે. અહેવાલો મુજબ, હવે મુંબઈ ફિલ્મ સિટીમાં નવજોત સિંહ સિદ્ધુની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઈમાં ગુરૂવારે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  21મી ફેબ્રુઆરીએ પ્રેસ રિલીઝ જાહેર કરી સ્પષ્ટ લખ્યું છે કે આતંકવાદી હુમલા અંગે સિદ્ધુનું નિવેદન અયોગ્ય છે અને તેમને સોની ચેનલના શોમાંથી બહાર કાઢવામાં આવે. આ ઉપરાંત પાકિસ્તાની આર્ટિસ્ટ, સિંગર્સને ફિલ્મ, ટીવી અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: UP: ATSએ દેવબંધથી જૈશનાં બે આતંકીઓની કરી ધરપકડ, ગ્રેનેડ એક્સપર્ટ છે શાહનવાઝ

  ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝ ડાયરેક્ટર્સ ઉપરાંત ફિલ્મ ડિવિઝન બોર્ડ દ્વારા પણ પાકિસ્તાની કલાકારોને બેન કરવાનો નિર્ણય લેવાયો છે. ફિલ્મસિટી અને ફિલ્મ બોર્ડના ઉપ પ્રમુખ અને રાજ્ય મંત્રી અમરજીત મિશ્રાએ પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં કામ આપવા અંગે અસંમતિ દર્શાવી છે. તેમણે સલાહ આપી છે કે પ્રોડ્યુસરો અને ડાયરેક્ટરો પાકિસ્તાની કલાકારોને ફિલ્મમાં કામ ન આપે.

  આ પણ વાંચો: સરેન્ડર કરતા પણ ખરાબ હશે પાકિસ્તાન સાથે ક્રિકેટ વર્લ્ડ કપ ન રમવું: શશી થરુર

  પાછલા બે દિવસથી સતત ફિલ્મ અને સિરિયલ સાથે જોડાયેલ એસોએશિયન ફિલ્મ સિટીને પત્ર લખીને પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યું હતું. આ દબાણ વધતાં ફિલ્મ સિટીએ નિવેદન જાહેર કર્યુ છે. હવે બોર્ડ દ્વારા વિદેશ મંત્રાલયને પત્ર લખી અને ભારતના વિઝા ન આપવાની અપીલ કરાશે.
  Published by:Jay Mishra
  First published: