પાકિસ્તાન પુરાવા નષ્ટ કરવામાં લાગ્યું, તૈયાર થઈ રહ્યા હતા 42 સુસાઈડ બોમ્બર

પોતાના દેશમાં જ ઘેરાઈ ગયા ઈમરાન, હિના રબ્બાની બોલી - ઈમરજન્સી જેવી પરિસ્થિતિ

પોતાના દેશમાં જ ઘેરાઈ ગયા ઈમરાન, હિના રબ્બાની બોલી - ઈમરજન્સી જેવી પરિસ્થિતિ

 • Share this:
  ભારત દ્વારા પીઓકેમાં આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈ કર્યા બાદ પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાન સરકાર સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. દેશમાં ઈમરજન્સી જેવો માહોલ પેદા થઈ ગયો છે. જોકે, ભારતના સર્જિકલ સ્ટ્રાઈકને પાકિસ્તાન નકારી રહ્યું છે, તો આ બાજુ ભારતનો દાવો છે કે, જૈશના કંટ્રોલરૂમ સહિતના અન્ય ઠેકાણા પર એર ક્રાફ્ટથી હુમલો કરી આતંકીઓના ઠેકાણા નષ્ટ કરવામાં આવ્યા છે.

  પુરાવાનો નાશ કરવામાં લાગ્યું પાકિસ્તાન
  પાકિસ્તાન ભારતની આ કાર્યવાહીથી ગભરાઈ ગયું છે. બાલાકોટ વિસ્તારને પાકિસ્તાની સેનાએ પુરૂી રીતે ઘેરી લીધો છે. પાકિસ્તાન હાલના સમયમાં ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકના પુરાવાનો નાશ કરવામાં લાગી ગયું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને વિદેશી મીડિયાને આમંત્રણ આપ્યું છે કે, તે આ વિસ્તારમાં આવી શકે છે, જ્યાં ભારત એક્શન કરવાનો દાવો કરી રહ્યું છે.

  પોતાના દેશમાં જ ઘેરાઈ ગયા ઈમરાન, હિના રબ્બાની બોલી - ઈમરજન્સી જેવી પરિસ્થિતિ
  પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હીના રબ્બાની ખારે પોતાના જ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ભારતે જે સ્ટારઈક કરી છે, તેનાથી પાકિસ્તાનમાં ઈમરજન્સીની પરિસ્થિતિ છે. તેમણે કહ્યું, સરકારે તુરંત સંસદનું વિશેષ સત્ર બોલાવવું જોઈએ.

  પાકિસ્તાને ફગાવ્યો એર સ્ટ્રાઈકનો દાવો
  પાકિસ્તાને ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકને ખોટી ગણાવી છે. પાકિસ્તાની વિદેશમંત્રી શાહ કુરેશીએ કહ્યું કે, ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા દાવા ખોટા છે. તેમણે કહ્યું કે, જે જગ્યા પર કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે, તે દુનિયા માટે ખુલ્લી છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, બુધવારે પ્રધાનમંત્રી ઈમરાન ખાને સુરક્ષા કમિટીની બેઠક બોલાવી છે. પાકિસ્તાન સરકારે એક ત્રણ સભ્યોની કમિટી બનાવી છે, જે આ મામલે પૂરો રિપોર્ટ તૈયાર કરશે, તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે.

  જૈશના ઠેકાણાનો વીડિયો પણ આવ્યો સામે, જ્યાં ભારતે બ્લાસ્ટ કર્યા 1000 Kgના બોમ્બ
  મસૂદ અઝહર અને અબ્દુલ રઉફ જેવા આતંકી આ કેમ્પમાં આતંકીઓને લેક્ચર આપે છે. આ કેમ્પના કિનારે કુન્હાર નથી પણ વહે છે, જ્યાં આતંકીઓને સમુદ્દી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ લોકોને પાકિસ્તાની સેનાના પૂર્વ ઓફિસરો ટ્રેનિંગ આપે છે.

  બાલાકોટ કેમ્પમાં તૈયાર થઈ રહ્યા હતા 42 સુસાઈડ બોમ્બર
  જે ઠાકાણાઓમાં ભારતે કાર્યવાહી કરી છે, ત્યાં 42 સુસાઈડ બોમ્બર તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ કારણથી જ વાયુસેનાએ આ ઠેકાણાને ખતમ કરવાનું નક્કી કર્યું. આ આતંકીઓના ઠેકાણા પર જૈસના પ્રમુખ મસૂદ અઝહરનો સાળો યુસુફ, ભાઈ સહિત અન્ય સાથી હાજર હતા.
  Published by:kiran mehta
  First published: