Home /News /national-international /ભિખારી દેશ...ખાલી તિજોરી, તો પણ હજુ કાશ્મીરનો રાગ, પાકિસ્તાનનું ભારત સામે નવું ષડયંત્ર!
ભિખારી દેશ...ખાલી તિજોરી, તો પણ હજુ કાશ્મીરનો રાગ, પાકિસ્તાનનું ભારત સામે નવું ષડયંત્ર!
ભિખારી દેશ...ખાલી તિજોરી
પાકિસ્તાને (Pakistan) સોશિયલ મીડિયા (Social Media) પર કાશ્મીર મુદ્દા પર નકલી નિવેદનો ફેલાવવાની યોજના બનાવી છે અને 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસ (KASHMIR SOLIDARITY DAY) ઉજવવાની તૈયારી કરી છે.
નવી દિલ્હી: પાકિસ્તાન ગરીબીની આરે છે, મોંઘવારી આસમાને છે અને કરોડો લોકો પાસે ખાવા માટે કંઈ નથી. આવી સ્થિતિમાં પણ પાકિસ્તાન પોતાની હરકતોથી છોડતું નથી. આવા સમયે પણ સતત ભારતને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું વધુ એક કાળું સત્ય સામે આવ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર કાશ્મીર મુદ્દા પર નકલી કહાણી ફેલાવવાની યોજના બનાવી છે અને 5 ફેબ્રુઆરીએ કાશ્મીર એકતા દિવસની (KASHMIR SOLIDARITY DAY) ઉજવણી કરવાની તૈયારી કરી છે. પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર પણ સક્રિયતા બતાવી રહ્યું છે, જેથી કરીને દુનિયાનું ધ્યાન પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અને લાખો લોકો સામે આવી રહેલી કટોકટી પરથી હટાવવામાં આવે.
નિષ્ણાંતોનું માનીએ તો પાકિસ્તાનની વધુ એક ટૂલકીટનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાને 05 ફેબ્રુઆરીએ કહેવાતા કાશ્મીર એકતા દિવસની ઉજવણી માટે સોશિયલ મીડિયા પર નકલી કહાણીનો અને પ્રચાર ફેલાવવા માટે એક વિસ્તૃત ટૂલકિટ તૈયાર કરી છે. તેણે વૈશ્વિક સ્તરે (નવી દિલ્હી સિવાય) તમામ પાકિસ્તાની મિશનને પ્રમોશનલ સામગ્રી મોકલી છે અને મિશનને તેને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રકાશિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
ભૂખમરાથી લાખો પરિવારો ખોરાક માટે તડપ્યા
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. દેશ માટે આ સંકટમાંથી બહાર આવવું મુશ્કેલ બની રહ્યું છે, પરંતુ આ પાકિસ્તાન કાશ્મીરના નિવેદનબાજીથી પોતાને રોકી શકતું નથી. જણાવી દઈએ કે, પાકિસ્તાન ભારત વિરોધી ષડયંત્રો પર અઢળક નાણાં ખર્ચી રહ્યું છે. સરકારમાં બેઠેલા લોકો સમજે છે કે, તેઓ ભારતનો વિરોધ કરીને જ સત્તામાં રહી શકે છે. પાકિસ્તાનની સરકાર આર્થિક સંકટનો સામનો કરી રહી છે અને તે આ ઘટતી અર્થવ્યવસ્થાને રોકવામાં નિષ્ફળ રહી છે.
પાકિસ્તાનના આર્થિક સંકટ (Economic Crisis) વચ્ચે મોંઘવારીએ (Inflation) લોકોની કમર તોડી નાખી છે. IMFની કડક નીતિઓ બાદ સતત ઘટી રહેલા રૂપિયાથી પરેશાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું (PM Shahbaz Sharif) દર્દ બધાની સામે આવ્યું છે.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ ડોન ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વડા પ્રધાન શેહબાઝ શરીફે શુક્રવારે કહ્યું હતું કે, 7 અરબ ડોલરના લોન પ્રોગ્રામની નવમી સમીક્ષા પર ચર્ચા કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દેશની મુલાકાત લે છે તે તેમના દેશ માટે ખરાબ સપનાથી ઓછું નથી. પાક વડા પ્રધાને વધુમાં કહ્યું કે, આ સમયે પાકિસ્તાનને જે આર્થિક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે તે અકલ્પનીય છે. IMFની સમીક્ષા પૂર્ણ થવા માટે જે શરતો પૂરી કરવી પડે છે, તે અકલ્પનીય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર