Home /News /national-international /'મોદીજી આવો વાતચીત કરીએ,' પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી

'મોદીજી આવો વાતચીત કરીએ,' પાક વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી

પાક. વિદેશ મંત્રી શાહ મહેમૂક કુરેશી

પાકિસ્તાનનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે, 'મોદી જી આવો વાતચીત કરીએ.'

  ઈમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન પદની શપથ લીધા અને કાશ્મીર મુદ્દા પર વાતચીતનો રસ્તો ફરીથી ખુલતો નજરે આવી રહ્યો છે. પાકિસ્તાનનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે, 'મોદી જી આવો વાતચીત કરીએ.'

  પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહે મહેમૂદ કુરેશીએ કહ્યું, 'ભારત સાથે સતત વાતચીતની આવશ્યકતા છે. આપણે પડોશી છીએ. આપણા બંને વચ્ચે ઘણા લાંબા સમયથી વણઉકેલ્યા મુદ્દાઓ છે. આ સમસ્યાઓ વિશે આપણે બંનેને ખબર છે તેથી વાતચીતમાં સામેલ થવા ઉપરાંત આપણી પાસે બીજો એકપણ રસ્તો નથી.'

  કુરેશીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનને યથાર્થવાદી દષ્ટિકોણ અપનાવતા આગળ વધવું જોઈએ. તે ઉપરાંત તેમને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ ઈમરાન ખાનને પત્રલખીને બંને દેશો વચ્ચે વાતચીત શરૂ કરવાના સંકેત આપ્યા છે.

  આ સાથે જ કુરેશીએ કહ્યું કે, બંને દેશો વચ્ચે જે મુદ્દાઓ છે તેઓ ખુબ જ જટિલ છે અને તેમને હલ કરવા માટે કેટલીક સમસ્યાઓ આવી શકે છે. જોકે, તે છતાં આપણે એક સાથે આવવું જોઈએ. આપણે તે વાત સ્વીકારી લેવી જોઈએ કે, બંને દેશ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યાં છે. તે સાથે જ તે સત્યનો પણ સ્વીકાર કરી લેવો જોઈએ કે, કાશ્મીર એક સળગતો મુદ્દો છે. ઈસ્લામાબાદ કરાર અમારા દેશના ઈતિહાસનો એક ભાગ છે.

  આનાથી પહેલા પાકિસ્તાનના 22માં વડાપ્રધાનના રૂપમાં શપથ લીધા પછી ઈમરાન ખાને રવિવારે દેશના નામ પોતાના પ્રથમ સંબોધનમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેમની સરકાર નેશનલ એક્શન પ્લાન હેઠળ આતંકવાદથી લડવામાં કોઈ જ કસર છોડશે નહી.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Shah Mehmood Qureshi, નરેન્દ્ર મોદી, પીએમ મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन