Home /News /national-international /

નવાઝ શરીફે કબૂલ્યું: મુંબઇ હુમલામાં પાકિસ્તાની આતંવાદીઓના હતો હાથ

નવાઝ શરીફે કબૂલ્યું: મુંબઇ હુમલામાં પાકિસ્તાની આતંવાદીઓના હતો હાથ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફએ પહેલીવાર કબુલ્યું છે કે, મુંબઇમાં થયેલા 26/11ના દિવસે થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો.

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફએ પહેલીવાર કબુલ્યું છે કે, મુંબઇમાં થયેલા 26/11ના દિવસે થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો.

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફએ પહેલીવાર કબુલ્યું છે કે, મુંબઇમાં થયેલા 26/11ના દિવસે થયેલા હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓનો હાથ હતો. નવાઝ શરીફ પાકિસ્તાની સમચારા પત્ર ધ ડોને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમના દેશમાં અનેક આતંકવાદી સંગઠન સક્રિય છે.

    નવાઝ શરીફે ધ ડોન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘આતંકવાદી સંગઠન સક્રિય છે. શું આપણે તેમને સીમા પાર કરીને મુંબઇમાં 150 લોકોની હત્યા કરવાની મંજૂરી આપી દેવી જોઇએ ? મને જણાવો.’

    તેમણે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે, પાકિસ્તાન અમેરિકાને જૂઠ અને દગા સિવાય કંઇ જ નથી આપી રહ્યું. તેઓ આતંકવાદીઓને સુરક્ષિત શરણસ્થળ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. પૂર્વ વડાપ્રધાન મુંબઇ હુમલાને લઇને પાકિસ્તાનમાં થઇ રહેલી સુનાવણીની ગતિ ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. અમે સુનાવણી પુરી કેમ ન કરી ?

    આ ઉપરાંત તેમણે એ પણ કહ્યું હતું કે, તમે એવો દેશ ન ચલાવી શકો જ્યાં સમાન્તર બે કે ત્ર સરકારો ચાલતી હોય. માત્ર એક જ સરકાર હોઇ શકે છે. જે બંધારણીય પ્રક્રિયાથી ચૂંટાઈ હોય.

    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન 2008માં મુંબઇ હુમલામાં પોતાની કોઇપણ ભૂમિકાથી ઇન્કાર કહ્યો હતો. જોકે, અહીં નવાજ શરીફ તરફથી આ કબુલવાથી તેની પોલ ખુલી ગઇ હતી. મુંબઇ હુમલામાં નવ વર્ષથી વધારે સમય થઇ ગયો છે. પરંતુ પાકિસ્તાનમાં હજી સુધી શંકાસ્પદોને કોઇ સજા થઇ નથી. 26/11 હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા.
    Published by:Ankit Patel
    First published:

    Tags: પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन