પાકિસ્તાન માથે 6 લાખ કરોડથી વધારે દેવું, ગમેત્યારે દેવાળું ફૂંકશે

વર્ષ 200થી 2015ની વચ્ચે 15 વર્ષમાં દેશનો આર્થિક વૃદ્ધીદર 4.3 ટકા રહ્યો છે. ઇન્ટનેશનલ મનિટરિ ફન્ડના મતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો દેશ દેવાળિયો બની શકે છે.

News18 Gujarati
Updated: August 30, 2019, 2:23 PM IST
પાકિસ્તાન માથે 6 લાખ કરોડથી વધારે દેવું, ગમેત્યારે દેવાળું ફૂંકશે
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: August 30, 2019, 2:23 PM IST
ન્યૂઝ 18 ગુજરાતી : આતંકવાદીઓને આશરો આપનારૂં પાકિસ્તાન (Pakistan) ગમેત્યારે દેવાળું ફૂંકે તેવી સ્થિતિમાં છે. એક બાજુ દેશનું દેવું 6 લાખ કરોડથી વધારે થઈ ગયું છે. બીજી બાજુ પાકિસ્તાનના મંત્રીઓને ભારત સાથે યુદ્ધના સપના આવે છે. તાજેતરમાંજ પાકિસ્તાનના એક મંત્રીએ નિવેદન આપ્યું હતું કે ઑક્ટોબરમાં ભારત સાથે યુદ્ધ થાય તેવી વકી છે.

'ઇન્ડિય એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ માર્ચ 2019 સુધીમાં પાકિસ્તાન માથે 85 બિલિયન ડૉલર એટલે કે 6 લાખ કરોડનું દેવું છે. પાકિસ્તાને પશ્ચિમી યૂરોપ અને મધ્ય પૂર્વનાં દેશો પાસેથી મોટી માત્રામાં દેવું લીધું છે. પાકિસ્તાનને સૌથી વધારે કરજ ચીને આપ્યું છે. ઉપરાંત પાકિસ્તાને અનેક આંતરાષ્ટ્રીય સંસ્થાઓ જેમ કે ઇન્ટનેશનલ મોનિટરિ ફન્ડ વગેરે પાસેથી લૉન લીધી છે. 6 બિલિયન ડૉલરના બેલઆઉટ પૅકેજ માટે પાકિસ્તાન મે મહિનામાં 23 વાર આઈ.એમ.એફ પહોંચ્યું હતું. આઈ.એમ.એફની શરત મુજબ આ વર્ષે પાકિસ્તાનનાં ભંડોળમાં 40 ટકાનો વધારો થવો જોઈએ.

આ પણ વાંચો :  કાશ્મીર વિશે ઉર્મિલા માતોંડકરે કહ્યું- પતિ 22 દિવસોથી માતાપિતા સાથે વાત કરી શક્યા નથી

શું થશે પાકિસ્તાનનું?
ઇન્ટરનેશનલ મોનિટરિ ફન્ડ (IMF)ના જુલાઇના અહેવાલ મુજબ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખૂબ જ નાજુક સ્થિતિમાં છે. હકીકતે પાકિસ્તાનમાં વિશ્વનો કોઈ પણ દેશ સરળતાથી રોકાણ કરવાના મૂડમાં નથી. IMFના મતે જો તાત્કાલિક પગલાં ભરવામાં ન આવે તો પાકિસ્તાનની સ્થિતિ કથળી જશે. દેશ ગમે ત્યારે દેવાળું ફૂંકી શકે છે.

15 વર્ષમાં 4.3 ટકાનો વિકાસદર
Loading...

વર્ષ 2000-2015 સુધીમાં પાકિસ્તાનનો વિકાસ દર 4.3 ટકા જેટલો રહ્યો છે. IMFના મતે આગામી બે વર્ષમાં દેશનો વિકાસ દર 3 ટકા જેટલો રહેવાની શક્યતા છે. દરમિયાન 9 ટકાના મોંઘવારી દરે પાકિસ્તાનની આર્થિક કરોડરજુ ભાંગી નાખી છે.

આ પણ વાંચો :  બીજેપી નેતાની ધમકી બાદ ગુમ થયેલી વિદ્યાર્થિની છ દિવસે મળી આવી

કાશ્મીર મુદ્દે વિરોધ
દરમિયાન કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાને મદદ માટે આખી દુનિયા સામે હાથ લંબાવ્યો હતો, પરંતુ એક પણ દેશ તેની મદદ માટે આગળ નથી આવ્યો. હવે કાશ્મીરને લઈને પાકિસ્તાને નવું ગતકડું કર્યું છે. શુક્રવારે આખા પાકિસ્તાનમાં વિરોધ કરવામાં આવશે. આ વિરોધ 12 વાગ્યાથી 12.30 વાગ્યા વચ્ચે કરવામાં આવશે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પાર્લિયામેન્ટ્રી કમિટિની બેઠક દરમિયાન પાક નેશનલ એસેમ્બલીના સ્પીકર ફખર ઇમામે કહ્યુ કે દેશની સંસદની સલાહ પર શુક્રવારે બપોરે 12 વાગ્યે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે જ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ અહમદે કહ્યુ કે આ દરમિયાન વિરોધ પ્રગટ કરવા માટે આખા દેશની ટ્રેનોને એક મિનિટ માટે અટકાવી દેવામાં આવશે.

 

 
First published: August 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...