Home /News /national-international /

ભારત વિશે Fake News ફેલાવતી પાકિસ્તાન સમર્થિત 35 YouTube ચેનલો હટાવવામાં આવી: કેન્દ્ર

ભારત વિશે Fake News ફેલાવતી પાકિસ્તાન સમર્થિત 35 YouTube ચેનલો હટાવવામાં આવી: કેન્દ્ર

પ્રતીકાત્મક તસવીર

Pakistani YouTube Channel Block: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય ( Information and Broadcasting ministry)ના સંયુક્ત સચિવ વિક્રમ સહાઈએ જણાવ્યું કે, "20 જાન્યુઆરીએ મંત્રાલયને મળેલા ગુપ્ત માહિતીના આધારે અમે 35 યુટ્યુબ ચેનલો (YouTube), 2 ટ્વિટર એકાઉન્ટ્સ (Twitter Account), 2 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ, 2 વેબસાઇટ્સ અને એક ફેસબુક એકાઉન્ટ બ્લોક (Pakistani Accounts Block) કરવાની સૂચના જારી કરી છે."

વધુ જુઓ ...
    નવી દિલ્હી. માહિતી અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) શુક્રવારે જણાવ્યું હતું કે તેણે ઇન્ટરનેટ પર ભારત વિરોધી માહિતી ફેલાવવા માટે 35 યુટ્યુબ ચેનલો (YouTube)ને હટાવી દીધી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે 35 યુટ્યુબ એકાઉન્ટ્સ, બે ટ્વિટર એકાઉન્ટ્સ, બે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ (instagram), બે વેબસાઇટ્સ અને એક ફેસબુક એકાઉન્ટ (facebook account) સામે નવી ગુપ્ત માહિતી મળી છે. મંત્રાલયે જણાવ્યું કે તે બધા પાકિસ્તાન (Pakistna)થી કાર્યરત છે અને ભારત વિરોધી બનાવટી અને વિભાજનકારી સમાચારો અને અન્ય સામગ્રી ફેલાવી રહ્યા છે.

    "બિપિન રાવતના મૃત્યુ (Bipin Rawat death) માટે સરકાર જવાબદાર છે, બિપિન રાવતની પુત્રી ઇસ્લામ સ્વીકારી રહી છે, ઉત્તર કોરિયાની સેના કાશ્મીર જઈ રહી છે... આવા દાવાઓ એકદમ બનાવટી અને ઝેરીલા છે. આ શું બકવાસ છે! અને આ યુટ્યુબ એકાઉન્ટ્સના ગ્રાહકોની કુલ સંખ્યા 1.20 કરોડથી વધુ હતી. આ વીડિયો130 કરોડ વખત જોવામાં આવ્યા હતા, જે લગભગ ભારતની વસ્તી છે. અમારી ગુપ્તચર એજન્સીઓ હવે સંપૂર્ણપણે સક્રિય છે અને યુટ્યુબ પર ચાલતી આવી વધુ ન્યૂઝ ચેનલો ને અવરોધિત કરવામાં આવશે."

    યુટ્યુબ પર વરસ્યા સચિવ

    સચિવે જણાવ્યું હતું કે, આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને કટોકટીની જોગવાઈનો સહારોકાવી લઈને બ્લોક કરી દેવામાં આવ્યા છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, "સંબંધિત ચેનલોની પણ જવાબદારી છે જ્યાં તેનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. યુટ્યુબે એ પણ જોવું જોઈએ કે આ સંપૂર્ણપણે બનાવટી સમાચાર છે."

    આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટે હવે પિતાની સંપત્તિમાં દીકરીઓના અધિકારોને વધુ લંબાવ્યા, જાણો કેવી રીતે

    કેવી ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહી છે

    મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન સમર્થિત ચેનલો દ્વારા પ્રચારિત ભારત વિરોધી અને બનાવટી સામગ્રીમાં ભારતીય સશસ્ત્ર દળો, જમ્મુ-કાશ્મીર, અન્ય દેશો સાથે ભારતના વિદેશી સંબંધો, સીડીએસના ભૂતપૂર્વ સ્વર્ગીય બિપિન રાવતનું મૃત્યુ, અલગતાવાદી વિચારો અને ધારણાઓ જેવા વિષયોનો સમાવેશ થાય છે.

    આ પણ વાંચો: Explained: શું બાળકોને રસીનાં Booster Doseની પડશે જરૂર? WHOના મુખ્ય વૈજ્ઞાનિકે આપ્યો જવાબ

    બિપિન રાવતના મૃત્યુ અંગે ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપ

    મંત્રાલયે જણાવ્યું હતું કે, 14 યુટ્યુબ ચેનલોનું સંચાલન કરતી 'અપની દુનિયા નેટવર્ક' અને 13 યુટ્યુબ ચેનલોનું સંચાલન કરતી તલ્હા ફિલ્મ્સ નેટવર્ક સહિત ચાર સંકલિત ખોટી માહિતી નેટવર્કના ભાગ રૂપે 35 ખાતાઓની ઓળખ કરવામાં આવી હતી. સચિવે ઉમેર્યું કે, "વચેટિયા હોવાને કારણે તમે આવી બનાવટી ન્યૂઝ ચેનલો ચલાવવાની મંજૂરી આપી શકતા નથી. સત્ય અને ચકાસણીની થોડી માત્રા પણ હોવી જોઈએ. બિપિન રાવતના મૃત્યુ અંગેના બનાવટી સમાચારો વિશે એકમાત્ર સત્ય એ છે કે બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું."

    આ પણ વાંચો: CDS Bipin Rawat Helicopter crash: દુર્ઘટના પછી પ્રત્યક્ષદર્શીનો CDS બિપિન રાવતને જોયા હોવાનો દાવો, કહ્યું- તે મારી પાસે પાણી માંગી રહ્યા હતા

    આ પહેલી વાર નથી જ્યારે મંત્રાલયે ખોટી માહિતી ફેલાવનારી સોશિયલ મીડિયા ચેનલો પર કાર્યવાહી કરી હોય. ડિસેમ્બર 2021માં મંત્રાલયે આઇટી નિયમો હેઠળ પાકિસ્તાન સ્થિત 20 યુટ્યુબ ચેનલો અને બે વેબસાઇટને બ્લોક કરી દીધી હતી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: CDS General Bipin Rawat, Fake News, Information department, Pakistan news, બિપિન રાવત

    આગામી સમાચાર