દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે પાકિસ્તાનનાં 200થી વધારે ટ્વિટર હેન્ડલે કર્યા ટ્વિટ - રિપોર્ટ

News18 Gujarati
Updated: March 17, 2020, 10:34 AM IST
દિલ્હીમાં હિંસા ભડકાવવા માટે પાકિસ્તાનનાં 200થી વધારે ટ્વિટર હેન્ડલે કર્યા ટ્વિટ - રિપોર્ટ
દિલ્હીમાં હિંસા

એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ તૈયાર કરેલા એક ડોઝિયરમાં આ વાત સામે આવી છે.

  • Share this:
નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીનાં (Delhi) ઉત્તર પૂર્વી ભાગમાં ભડકેલી હિંસામાં પાકિસ્તાનનો (Pakistan) હાથ હોવાના પુરાવા સામે આવી રહ્યાં છે. ખબર છે કે, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં (Islamabad) ઓછામાં આછા 200 ટ્વિટર (Twitter) હેન્ડલ દ્વારા ભારતીય મુસલમાનોને પોલીસ (Delhi Police) સામે ભડકાવવામાં આવ્યા હતાં. અંગ્રેજી સમાચાર પત્ર હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ પ્રમાણે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ તૈયાર કરેલા એક ડોઝિયરમાં આ વાત સામે આવી છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી 25થી 3 માર્ચ દરમિયાન #ShameonDelhiPolice, #DelhiPoliceTruth અને #DelhiPoliceMurders જેવા હેશટેગથી દિલ્હી પોલીસ વિરુદ્ધ સેંકડો ટ્વિટ કરવામાં આવી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય સુરક્ષા એજન્સીઓએ કરેલી ઊંડી તપાસમાં સામે આવ્યું છે કે, પાકિસ્તાનમાં આ સોશિયલ મીડિયા હેન્ડલો ઉપયોગ ભારતમાં સાંપ્રાદાયિક ઉન્માદ ફેલાવવા માટે કરવામાં આવ્યો.

આ પણ વાંચો : નિર્ભયા કેસ : ચારમાંથી એકપણ દોષીએ હજી નથી જણાવી અંતિમ ઇચ્છા, 20 માર્ચનાં થશે ફાંસી

સમાચાર પત્રનાં રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાનામાં બનાવેલ ટ્વિટર હેન્ડલમાંથી કેટલાકનો ભારતમાં શરૂ કરાયેલા ટ્વિટર હેન્ડલથી પણ સંપર્ક હતો. જેમાંથી ઘણાંની ઓળખ થઇ ગઇ છે. ડોઝિયરમાં 70 ટ્વિટર હેન્ડલની વાત છે. જે ઇસ્લામાબાદ, રાવલપિંડી, કરાંચી, લાહોરથી સંચાલિત છે અને #DelhiRiots2020 નો ઉપયોગ કરીને ટ્વિટ કરી રહ્યાં હતાં. જેમાં 100થી વધારે ટ્વિટર હેન્ડલ્સે પણ #DelhiBurning નો ઉપયોગ કર્યો.

આ પણ વાંચો : પરબધામના મહંતનો વિશ્વને ચોંકાવનારો વીડિયો Viral, 2020માં વાયરસ દુર્ધટના થશે એવી આગાહી કરી હતી!

ડોઝિયર પ્રમાણે, આ આખા પ્રયાસની પાછળ એ બતાવવાનો મુખ્ય હેતુ હતો કે, દિલ્હી પોલીસે સાંપ્રદાયિક હિંસા દરમિયાન મુસલમાનોને નિશાન બનાવ્યાં. જેમાં 53 લોકો માર્યા ગયા અને 500થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા પરંતુ આવું થયું ન હતું.આ વીડિયો જુઓ : 
First published: March 17, 2020, 10:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading