ઇમરાન ખાનની ઑફિસમાં ઘૂસી TikTok ગર્લ, PMની ખુરશી પર બેસીને બનાવ્યો Video

હરીમ શાહ

TikTok ગર્લ હરીમ શાહ આ વીડિયોમાં હાઇ-સિક્યોરિટી વાળા પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (Pakistan Foreign Ministryના કૉન્ફરન્સ રૂમમાં બિન્દાસ ફરતી જોવા મળી.

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan)ની પ્રસિદ્ધ ટિકટૉક (TikTok) ગર્લ હરીમ શાહ ફરી એકવાર ચર્ચામાં છે. હરીમનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણી પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (Pakistan Foreign Ministry)ના કૉન્ફરન્સ રૂમમાં ફરતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને લોકો પાકિસ્તાનની ઇમરાન ખાનની સરકારની મજાક ઉડાવી રહ્યા છે.

  TikTok ગર્લ હરીમ શાહ આ વીડિયોમાં હાઇ-સિક્યોરિટી વાળા પાકિસ્તાનના વિદેશ મંત્રાલય (Pakistan Foreign Ministryના કૉન્ફરન્સ રૂમમાં મસ્તીથી ફરતી જોવા મળી. હરીમ થોડા સમય પછી એક ખુરશી પર બેસી જાય છે, આ ખુરશી પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન બેસે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી અને હિન્દી ગીતો સાંભળાઇ રહ્યા છે.

  હરીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ તેની ટીકા શરૂ થઈ ગઈ છે. આ વીડિયોને જોઈને પાકિસ્તાનના અધિકારીઓએ તપાસના આદેશ આપી દીધા છે. જોકે, હરીમ શાહનું કહેવું છે કે તેણી મંજૂરી લઈને મંત્રાલયની ઓફિસમાં દાખલ થઈ હતી. તેણીએ કહ્યુ કે જો તે નિયમ વિરુદ્ધ હતું તો અધિકારીઓએ વીડિયો બનાવવાની મંજૂરી આપવાની જરૂરી ન હતી.

  ઇમરાન ખાનની મજાક ઉડી

  હરીમે કહ્યુ કે, 'હું નેશનલ એસેમ્બલીમાં પણ ગઈ હતી. ત્યાંથી મેં મારી પાસ લીધો હતો અને બાદમાં વિદેશ મંત્રાલયમાં ગઈ હતી. મને ત્યાં કોઈ સુરક્ષાકર્મીએ રોકી ન હતી.' હરીમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે અમુક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અમુક લોકો ઇમરાન ખાનની મજાક ઉડાવી રહ્યા છે.
  Published by:Vinod Zankhaliya
  First published: