ભારતમાં આતંકીવાદીઓ મોકલવા માટે પાકિસ્તાને શોધ્યો નવો રસ્તો

  • Share this:
    સંદીપ બોલઃ પુલવામા હુમલા બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે. ભારતીય સેના કોઇપણ પ્રકારની ઘૂસણખોરીને નાકામ કરવા તૈયાર છે. એવામાં પાકિસ્તાન આતંકીઓને સતત ભારતમાં ઘૂસણખોરી કરાવવા નવા નવા રસ્તા શોધી રહ્યું છે.

    ખુફિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાને આ વખતે નેપાળ બોર્ડર પરથી ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો નવો રસ્તો શોધી લીધો છે. સૂત્રોનું કહેવું છે કે હાલમાં જ ત્રણ આતંકી નેપાળ બોર્ડર પરથી ભારતમાં પ્રવેશવામાં સફળ રહ્યાં છે. ઘૂસણખોરી કરી ત્રણ આતંકી નોર્થ કાશ્મીરના બાંદીપોરા પહોંચ્યા છે. આતંકીઓને બાંદીપોરા સુધી પહોંચાડવાનું કામ સાઝિદ મીર ઉર્ફ હૈદર નામના આતંકીએ પોતાના અન્ય આતંકી સાથીઓ સાથે કર્યું છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ જીવવું કે મરવું? કિશોરીએ ઇન્સ્ટાગ્રામ પર પૉલ કરી આપઘાત કરી લીધો

    ખુફિયા રિપોર્ટ છે કે સાઝિદ મીર નામનો આતંકી કાશ્મીરનો લોકલ આતંકી છે, જે સોપોરમાં સક્રિય છે. સાઝિદ પોતાના અન્ય સાથીની સાથે નેપાળના કાટમાંડુ પહોંચ્યો હતો અને ત્યાંથી એ ત્રણ પાકિસ્તાની આતંકીઓને લઇને નોર્થ કાશ્મીરના બાંદીપોરા પહોંચ્યો.

    છેલ્લા બે વર્ષ 2017 અને 2018માં આતંકીઓએ નેપાળમાંથી ભારતમાં ઘૂસણખોરી કરી હોવાની એકપણ ઘટના બની ન હતી, આ વર્ષ પ્રથમ વખતે નેપાળના રસ્તે આતંકીઓ ઘૂસણખોરી કરવાનો મામલો સામે આવ્યો છે. જે ચિંતાજનક છે.

    છેલ્લા દશ વર્ષના આંકડા પર નજર કરીએ તો 2010થી 2019 સુધી કુલ 2720થી વધુ વખત આતંકી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો, જેમાં અંદાજે 2000થી વધુ પ્રયાસને સેનાએ નિષ્ફળ બનાવ્યા.
    Published by:Sanjay Vaghela
    First published: