દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકીની ધરપકડ, AK-47 સહિત હથિયારો જપ્ત કરાયા

દિલ્હી પોલીસની ખાસ સેલે આતંકીની ધરપકડ કરી (ફાઇલ તસવીર)

Pakistani terrorist arrested from Delhi: પોલીસે આતંકીના કબજામાં રહેલી AK-47, હેન્ડ ગ્રેનેડ કબજે લીધા છે. હાલ પોલીસ આતંકીની પૂછપરછ કરી રહી છે.

  • Share this:
    દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને  (Delhi police special cell)મોટી સફળતા મળી છે. પોલીસની સ્પેશિયલ સેલ ટીમે દિલ્હીમાંથી પાકિસ્તાનના આતંકી (Pakistani Terrorist) ની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલી આતંકી પાકિસ્તાની મૂળનો છે. આ આંતકીને ISIએ દિલ્હી સહિત ભારતમાં હુમલા કરવા માટે તાલિમ આપી હતી. પોલીસને તેના કબજામાંથી AK-47, હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે. હાલ પોલીસ ધરપકડ કરવામાં આવેલા આતંકીની પૂછપરછ કરી રહી છે. થોડા દિવસ પહેલા જ સુરક્ષા એજન્સીઓ (Security Agencies)એ એલર્ટ જાહેર કર્યું હતું કે આઈએસઆઈ દિલ્હીમાં બ્લાસ્ટ કરી શકે છે. ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીની ઓળખ મહોમ્મદ અસરફ (Mohd Asraf) તરીકે કરવામાં આવી છે. અસરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વતની છે.

    આ આતંકવાદીને ગઈકાલે પૂર્વ દિલ્હીના લક્ષ્મીનગરના રમેશ પાર્કમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આતંકવાદી બોગસ ઓળખ ઊભી કરીને દિલ્હીમાં અલી અહમદ નૂરી નામ ધારણ કરીને રહેતો હતો. બોગસ દસ્તાવેજોના આધારે તેણે શાસ્ત્રી પાર્કના એક સરનામા પર ભારતીય ઓળખપત્ર બનાવ્યું હતું, જેમાં તેનું નામ અલી અહમદ નૂરી છે.

    બોગસ પાસપોર્ટ જપ્ત

    આતંકીની પૂછપરછ બાદ તેણે બતાવેલી જગ્યા એટલે કે કાલિંદી કુંજના યમુના ઘાટ પરથી એક AK-47, 60 કારતૂસ, એક હેન્ડ ગ્રેનેડ, 2 પિસ્ટલ અને તેના 50 કારતૂસ મળી આવ્યા છે. તુર્કમાન ગેટ ખાતેથી તેનો એક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યો છે. ધરપકડ કરવામાં આવેલો આતંકી દિલ્હીમાં તહેવારોની સિઝનમાં મોટો બ્લાસ્ટ કરવાની ફિરાકમાં હતો. હાલ પોલીસ સંદિગ્ધ આતંકીની પૂછપરછ કરી રહી છે.

    આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોએ 5 જવાનોની શહાદતનો લીધો બદલો, 24 કલાકમાં 5 આતંકી ઠાર

    દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે પૂછપરછ

    દિલ્હી પોલીસના સ્પશિયલ સેલના સૂત્રોના કહેવા પ્રમાણે આતંકી દિલ્હી-6ના વિસ્તારોમાં પણ રહી ચૂક્યો છે. સ્પેશિયલ સેલના અધિકારી આતંકી પાસેથી દિલ્હી-6ના વિસ્તારની તમામ માહિતી એકઠી કરી રહ્યા છે. જેનાથી તે કેટલી વખત એ બાજુ ગયો, ત્યાં તે કોના સંપર્કમાં હતો વગેરે માહિતી મેળવી શકાય.



    ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીની ઓળખ મહોમ્મદ અસરફ તરીકે કરવામાં આવી છે. અસરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતની વતની છે. પોલીસે તેની વિરુદ્ધ અનલોફૂલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, એક્સપ્લોઝીવ એક્ટ, આર્મ્સ એક્ટ સહિતની કલમો લગાડીને વધારે કાર્યવાહી કરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published: