પાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારત હુમલાનો ડર, સિયાલકોટ બોર્ડર તરફ મોકલી ટેંક

 • Share this:
  પુલવામા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિત તંગ બની છે. આ તંગદીલી પૂર્ણ વાતાવરણમાં ભારત તરફથી જો કોઇ પણ પ્રકારની સૈન્ય કાર્યવાહી થાય તો તેને પહોંચી વળવા માટે પાકિસ્તાને તેના સિયાલકોટ શહેર નજીક ટ્રેન મારફતે ટેન્ક્સ મોકલી હોવાનો એક વીડિયો આજે વોઇસ ઓફ પાકિસ્તાનના હવાલાથી પ્રસારિત થયો છે.  પાકિસ્તાની મોહમ્મદ સાદ દ્વારા સોશિયલ મીડિયા ટ્વીટર પર એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો પાકિસ્તાનના સિયાલકોટ બોર્ડર પર આર્મીની ટેન્ક પસાર થઇ રહી હોવાનું દેખાઇ રહ્યું છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત તરફથી ગમે ત્યારે હુમલો કરવામાં આવી શકે છે જેના માટે આવું કરવામાં આવી રહ્યું છે.

  પાકિસ્તાનના કચારીમાં રહેલા મોહમ્મદ સાદ દ્વારા ટ્વીટર પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, આ વીડિયો પાકિસ્તાની અંગ્રેજી ન્યૂઝ ચેનલનો હોય તેમ લાગી રહ્યું છે, વીડિયોમાં ટ્રેન પર મિલિટરી ટેન્ક ચડાવવામાં આવી છે, જે દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ટેન્ક સિયાલકોટ બોર્ડર પર મોકલવામાં આવી રહી છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ દુનિયાના આ ખતરનાક એરપોર્ટ પર પાયલોટના પણ ઉડી જાય છે હોશ

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને પાક અધિકૃત કાશ્મીરમાં અનેક ગામ ખાલી કરાવ્યા છે, સાથે જ લોકોને સતર્ક રહેવાનું પણ કહેવામાં આવ્યું છે. મળેલી જાણકારી પ્રમાણે પાકિસ્તાને લાઇન ઓફ કંટ્રોલ એટલે કે LOC પાસે લોકોની અવર-જવર રોકી દીધી છે. પાકિસ્તાને પીઓકેના 127 ગામમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ એલઓસી નજીક 40થી વધુ ગામ ખાલી કરાવવામાં આવ્યા છે.

  જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની ન્યૂઝ18 પુષ્ટી કરતું નથી.
  Published by:Sanjay Vaghela
  First published: