ભારતીય જવાનો પર સ્નાઈપર્સથી હુમલો કરી રહ્યું છે પાક, જમ્મુમાં 6 વિસ્તારમાં સક્રિય

News18 Gujarati
Updated: June 22, 2018, 7:50 PM IST
ભારતીય જવાનો પર સ્નાઈપર્સથી હુમલો કરી રહ્યું છે પાક, જમ્મુમાં 6 વિસ્તારમાં સક્રિય

  • Share this:
પાકિસ્તાન આંતરાષ્ટ્રીય બોર્ડર પર સ્નાઈપર્સ દ્વારા ભારતીય જવાનોને નિશાન બનાવી રહ્યું છે. આ વર્ષે 11 જવાન શહીદ થયા છે, તેમાંથી આઠ જવાન સ્નાઈપર્સનો નિશાન બન્યા છે. ગુપ્ત સૂત્રો અનુસાર, જમ્મુ સાથે જોડાયેલ પાકિસ્તાની બોર્ડર પાસે પડોશી દેશે લગભગ 200 સ્નાઈપર્સ ગોઠવ્યા છે. લગભગ એક ડઝન સ્નાઈપર્સ ગોઠવવામાં આવ્યા છે. પાકિસ્તાને જમ્મુના ચમલિયાલ, ચકફગવાડી, જબ્બોવાલ,માંગૂચક, ચિલિયાર, બાકડકોર વિસ્તારમાં સ્નાઈપર્સ બેસાડી રાખ્યા છે.

સૂત્રોએ તે પણ જણાવ્યું કે, સ્નાઈપર્સ ઘાત લગાવીને હુમલા કરી રહ્યાં છે અને બંદૂક ઉપરાંત ધારદાર હથિયારનો ઉપયોગ કરી રહ્યાં છે. આ માત્ર રાત્રે જ એક્ટિવ થાય છે અને શરીરના કોઈ નાજૂક અંગને નિશાન બનાવે છે. ભારતીય સુરક્ષાદળો જ્યારે ઘાયલ જવાનોને લેવા માટે જાય છે, ત્યારે તેઓ પણ સ્નાઈપર્સનો નિશાન બની જાય છે. ભારતના 40માંથી 30 ઘાયલ જવાન પણ સ્નાઈપર્સના નિશાન બન્યા છે.

લેટેસ્ટ મામલો પાછલા દિવસોમાં શહિદ થયેલ બીએસએફના ચાર જવાનોનો છે. આમાંથી પહેલા એકને સ્નાઈપર્સે નિશાન બનાવ્યો, જ્યારે બાકીના ચાર તે જવાનની મદદ કરવા માટે ગયા ત્યારે પાછળથી તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો.

ગુપ્ત એજન્સીના સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સ્નાઈપર્સ ભારતીય વિસ્તારમાં આવીને હુમલો કરે છે. આમાં તેમને રેગ્યુલર ફોર્સનો સાથ મળે છે. આ વર્ષે જેટલા જવાન શહિદ થયા છે, તેમાંથી મોટાભાગના શહિદોને માથામાં ઈજા પહોંચડાવામાં આવી છે. લગભગ મોટાભાગના શહિદ જવાનોને માથાના એક નક્કી ભાગે ગોળી વાગી હતી.

ગુપ્ત સુત્રોના જણાવ્યા અનુસાર રમજાન મહિના દરમિયાન સુરક્ષાદળો દ્વારા આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન રોકી દેવાના નિર્ણય પછી આવા હુમલાઓમાં વધારો થયો છે. બીએસએફને સીમા પર રહેતા લોકો સાથે વાત ચીત કરવા રોકવા માટે પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનની સતત તેવી જ કોશિશ રહી કે ગમે તે રીતે ઘૂસણખોરી કરવામાં આવે.

ભારતે પણ અલગ-અલગ સુરક્ષાદળોમાં સ્નાઈપર્સ જેવી ફોર્સની રચનાની શરૂઆત કરી દીધી છે. આ ફોર્સના જવાન સ્નાઈપર્સ પર જવાબી કાર્યવાહી કરશે.
First published: June 22, 2018, 7:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading