PM મોદીને રાખડી બાંધવા દિલ્હી પહોંચી બહેન કમર જહાં, કહ્યું- 'PMની બહેન હોવાનો ગર્વ છે'

News18 Gujarati
Updated: August 14, 2019, 11:00 AM IST
PM મોદીને રાખડી બાંધવા દિલ્હી પહોંચી બહેન કમર જહાં, કહ્યું- 'PMની બહેન હોવાનો ગર્વ છે'
કમર જહાં 24 વર્ષની પીએમ મોદીને રાખડી બાંધે છે.

કરાચીથી અનેક વર્ષો પહેલા અમદાવાદ આવીને વસેલી કમર જહાંએ જણાવ્યું કે તેણી છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને રાખડી બાંધે છે.

  • Share this:
રચના ઉપાધ્યાય, નવી દિલ્હી : રક્ષા બંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. અમદાવાદની કમર જહાં તેના ધર્મના ભાઈને રાખડી બાંધવા માટે દિલ્હી પહોંચી ગઈ છે. કમર જહાંના આ માનેલા ભાઈ બીજું કોઈ નહીં પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. કમર જહાં છેલ્લા 24 વર્ષથી પીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધે છે.

કરાચીથી અનેક વર્ષો પહેલા અમદાવાદ આવીને વસેલી કમર જહાંએ જણાવ્યું કે, વડાપ્રધાન જ્યારે ભાજપના કાર્યકર હતા ત્યારથી તેણી તેમને રાખડી બાંધે છે. કમર જહાં કહે છે કે મહેનત, ઈમાનદારી અને લગનને કારણે નરેન્દ્ર મોદી આજે દેશના વડાપ્રધાન છે. તેના માટે એનાથી મોટી કોઈ ખુશી ન હોઈ શકે કે દેશના વડાપ્રધાન તેમના ભાઈ છે. મારા માટે ગર્વની વાત છે કે હું નરેન્દ્ર મોદીની બહેન છું.



ભાઈને નોબેલ પુરસ્કાર મળે તેવી દુઆ

પીએમની ધર્મની બહેન કમર જહાંએ જણાવ્યું કે, હું નરેન્દ્ર મોદી માટે દુઆ કરતી હતી કે તેઓ સીએમ બને. સીએમ બન્યા બાદ મેં દુઆ કરી હતી કે તેઓ વડાપ્રધાન બને. હવે હું દુઆ કરું છું કે તેમને નોબેલ પુરસ્કર મળે. મેં હંમેશા એવી દુઆ કરી છે કે મારા ભાઈને સફળતા મળતી રહે.

ભાઈને સરપ્રાઇઝ ભેટ આપશે

કમર જહાંએ જણાવ્યું કે, પીએમ મોદી તેને ખૂબ પ્રેમ કરે છે, તેઓ દરેક વાતનું ધ્યાન રાખે છે. કમર જહાં આ વખતે રક્ષા બંધનના દિવસે મોદીને માટે એક સરપ્રાઇઝ ગિફ્ટ પણ લાવી છે.



ભાગ્યશાળી છું કે હિન્દુસ્તાનમાં છું

કમર જહાંએ કહ્યું કે તેણી પોતાની માતા સાથે કરાચીથી પોતાના પરિવારને મળવા માગે ભારત આવી હતી. અહીં આવ્યા પછી અહીંની જ બનીને રહી ગઈ હતી. કમર જહાં કહે છે કે, "મારા નસિબમાં હિન્દુસ્તાન હતું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં છું. અહીં આવીને મને ખુશી થઈ છે. ક્યારેક કોઈ વસ્તુની ઉણપ નથી આવી. ઉપરવાળાનો આભાર માનું છું કે અહીં ભાઈ-બહેન બધાનો પ્રેમ મળ્યો છે."

First published: August 14, 2019, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading