પાકિસ્તાની સેનેટરે ઇમરાનના વખાણ કર્યા, પુલવામા હુમલાને ગણાવી 'ઉત્તમ ક્ષણ'

હુમલા સમયની તસવીર

પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા મુસૈદ હુસૈન સૈયદે પાકિસ્તાન- ચાઇના ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સેનેટ ફોરેન અફેર્સ સમિતિના ચેરમેન તરીકે આ વાત કરી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાના એક મહિના બાદ પાકિસ્તાનમાંથી સૌથી મોટું નિવેદન આવ્યું છે. પાકિસ્તાનના સેનેટર મુસૈદ હુસૈન સૈયદે પુલવામાં હુમલાને પાકિસ્તાન માટે 'શ્રેષ્ઠ ક્ષણ' ગણાવ્યો છે. સૈયદના મતે, 1998માં ન્યૂક્લિયર ટેસ્ટના 20 વર્ષ બાદ પાકિસ્તાન માટે આ શ્રેષ્ઠ ક્ષણ હતી.

  નવાઝ શરીફના પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના સભ્ય મુસૈદ હુસૈન સયૈદે પાકિસ્તાન-ચાઇના ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સેનેટ ફૉરન અફેર્સ કમિટીના ચેરમેન તરીકે આ વાત કહી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીએ આ મીટિંગનું આયોજન કર્યું હતું.

  આ પણ વાંચો: રાજનાથે કહ્યું, 'પાકિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છીએ છીએ, પરંતુ તેણે આ શરત પૂરી કરવી પડશે'

  જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર યુએનમાં પ્રતિબંધ ન લાગ્યો તેને હુસૈને પાકિસ્તાનનો કુટનીતિક વિજય ગણાવ્યો હતો. તેમણે કહ્યું, ' તમામ લોકોને એક મત હતો પરંતુ આપણે યોગ્ય સમયે યોગ્ય પગલા ભરી અને આંતરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ કામગીરી કરી બતાવી'  તેમમે કહ્યું, '1998માં ન્યૂક્લિયર ટેસ્ટ અને ત્યારબાદ પુલવામા હુમલો આ તમામ ચીજોને સાચવી લેવી પછી તે રાજકીય નેતૃત્વ હોય કે સરકાર કે વિપક્ષ કે સેના કે મીડિયા આ તમામ ચીજોમાં એક વાત સામાન્ય હતી. આ તમામ ચીજો આપણા માટે 'ઉત્તમ ક્ષણ' હતી.

  આ પણ વાંચો: મસૂદ અઝહરને 'વૈશ્વિક આતંકવાદી' જાહેર કરવા માટે ચીનને મનાવી રહ્યું છે, US, UK અને ફ્રાંસ

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ જણાવ્યું હતું કે પુલાવમા હુમલા માટે આંતરાષ્ટ્રીય મંચ પાકિસ્તાન પર આક્ષેપ મૂકી શકે નહીં કારણ કે પાકિસ્તાને અગાઉ અનેક વાર કહ્યું હતું કે ભારત પુરાવાઓ સોંપે. પાકિસ્તાન સરકાર તપાસ માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું, ' પાકિસ્તાન પર આક્ષેપ મૂકવો સહેલો છે. પરંતુ તેનાથી સમસ્યાનું સમાધાન નહીં આવે. સમસ્યા ના સમાધાન માટે વાતચીત કરવી પડશે.'
  Published by:Jay Mishra
  First published: