પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને રાહત, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને રાહત, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને રાહત, કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો

પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી જફર મિર્ઝાએ ટ્વિટ કરીને ઇમરાન ખાનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી

 • Share this:
  ઇસ્લામાબાદ : પાકિસ્તાનના (Pakistan) પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો (Imran Khan)કોવિડ 19 ટેસ્ટ (Covid19)કરવામાં આવ્યો હતો. કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે ઇમરાન ખાનનો કોરોના ટેસ્ટ કરવો પડ્યો હતો. ઇમરાનનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. પાકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રી જફર મિર્ઝાએ ટ્વિટ કરીને ઇમરાન ખાનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી હતી.

  ઇમરાન ખાનની પાકિસ્તાનના એધી ફાઉન્ડેશનના ચીફ અબ્દુલ સત્તાર એધીના પુત્ર ફૈસલ એધી સાથે મુલાકાત થઈ હતી. 15 એપ્રિલે થયેલી મુલાકાતમાં ફૈસલ એધીએ પીએમ ઇમરાન ખાનને એક કરોડ રુપિયાનો ચેક આપ્યો હતો. આ પછી ફૈસલ એધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના કારણે ઇમરાન ખાનને તેના મેડિકલ વિશેષજ્ઞોએ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. જેના પર ઇમરાન ખાને મંજૂરી આપી હતી.

  આ પણ વાંચો - બિલ ગેટ્સે પીએમ મોદીને લખી ચિઠ્ઠી, કોરોના પર લેવામાં આવેલા પગલાંની કરી પ્રશંસા

  ઇમરાનના કોવિડ ટેસ્ટ પછી પાકિસ્તાનમાં અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું અને રિપોર્ટને લઈને અલગ-અલગ અટકળો કરવામાં આવી રહી હતી. જે પછી ઇમરાન ખાનના અંગત સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ફૈસલ સુલ્તાને એક વીડિયો સંદેશો જાહેર કરીને કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તપાસમાં કેટલાક કલાકો થશે.

  કોરોનાની મહામારીને ગંભીરતાને લઈને ઇમરાન ખાન પાકિસ્તાનમાં લોકોને ઘરમાં રહેવાની અને ઘરમાંથી નમાજ પઢવાની અપીલ કરી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી કુલ 9749 લોકો કોરાના સંક્રમિત થયા છે. 209 લોકોના મોત થયા છે.
  Published by:News18 Gujarati
  First published:April 22, 2020, 23:22 pm

  ટૉપ ન્યૂઝ