ઈમરાન ખાને કહ્યું, એક જ ઇન્જેક્શનથી નર્સો મને પરીઓ જેવી લાગી, Video વાયરલ

News18 Gujarati
Updated: January 28, 2020, 12:40 PM IST
ઈમરાન ખાને કહ્યું, એક જ ઇન્જેક્શનથી નર્સો મને પરીઓ જેવી લાગી, Video વાયરલ
ઈમરાન ખાનનો ઈન્જેક્શનવાળો વીડિયો ખૂબ વાયરલ થયો છે. (ફાઇલ તસવીર)

પાકિસ્તાની પત્રકારે વીડિયોને પોસ્ટ કરતાં કોમેન્ટ કરી કે ઈમરાનને બસ એક ઇન્જેક્શનની જરૂર છે, તમામ નર્સોમાં પરીઓ જેવી લાગશે

 • Share this:
કરાચી : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)નો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ એવું બોલતાં જોવા મળી રહ્યા છે કે એક જ ઇન્જેક્શન (Painkiller Injection)માં તમામ નર્સો તેમને પરીઓ જેવી લાગવા લાગી હતી. ઈમરાન ખાનનો આ વીડિયો કરાચી સ્થિત શૌકત ખાનમ હૉસ્પિટલનો હોવાનું કહેવાય છે, જેમાં તેઓએ લોકોને સંબોધિત કરતાં મજાકમાં આ વાત કહી હતી.

ઈમરાન ખાને જણાવ્યું કે 2013માં ચૂંટણી પ્રચાર દરમિયાન તે અચાનક પડી ગયા, જે કારણે તેમની પીઠમાં ઈજા થઈ હતી. દુખાવો વધુ હોવાના કારણે ઈમરાનને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમનો દુખાવો ઓછો કરવા માટે એક ઇન્જેક્શન આપવામાં આવ્યું. આ ઘટનાને યાદ કરતાં ઈમરાન ખાને કહ્યું કે, ડૉક્ટરે મને એવું ઇન્જેક્શન આપ્યું કે મારો દુખાવો તો એકદમ ભૂલાઈ ગયો. ત્યાં સુધી કે ત્યાં હાજર નર્સો મને પરીઓ લાગવા લાગી. મેં ડૉકટરને ફરી ઇન્જેક્શન આપવા માટે કહ્યું પરંતુ તેઓએ મને બીજું પેનકિલર ઇન્જેક્શન ન આપ્યું. અહીંના ડૉક્ટર ખરેખર વખાણને લાયક છે.

પાકિસ્તાની પત્રકાર નાયલા ઇનાયતે પોતાના ટ્વિટર એકાઉન્ટર પર આ વીડિયોને પોસ્ટ કરતાં કોમેન્ટ કરી કે પીએમને બસ એક ઇન્જેક્શનની જરૂર છે, તમામ નર્સોમાં પરીઓ દેખાશે. ઈમરાનનો આ વીડિયો 24 હજારથી વધુ વાર જોવામાં આવી ચૂક્યો છે. આ પહેલા જળવાયુ પરિવર્તન (Climate Change) મામલાના રાજ્યમંત્રી જરતાલ ગુલ વજીરનો પણ આ પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તઓએ ઈમરાન ખાનના વખાણ કરતાં તેમના સ્મિતને કાતિલ ગણાવ્યું હતું.

આ પણ વાંચો, ચાલતી બાઇક પર સ્નાન કરતા હતા બે શખ્સ, VIDEO જોઈ પોલીસે ફટકાર્યો મોટો દંડ
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर
 • India
 • World

India

 • Active Cases

  6,039

   
 • Total Confirmed

  6,761

   
 • Cured/Discharged

  515

   
 • Total DEATHS

  206

   
Data Source: Ministry of Health and Family Welfare, India
Hospitals & Testing centres

World

 • Active Cases

  1,202,728

   
 • Total Confirmed

  1,676,532

  +72,880
 • Cured/Discharged

  372,253

   
 • Total DEATHS

  101,551

  +5,859
Data Source: Johns Hopkins University, U.S. (www.jhu.edu)
Hospitals & Testing centres