Home /News /national-international /પાકિસ્તાન પોતાના દેશના લોકોને ચા પીવાથી રોકી રહ્યું છે? જાણો અજીબ કારણ

પાકિસ્તાન પોતાના દેશના લોકોને ચા પીવાથી રોકી રહ્યું છે? જાણો અજીબ કારણ

આર્થિક કટોકટી એ શાહેબાઝ શરીફની સરકાર માટે એક મોટી કસોટી છે (પ્રતિકાત્મક તસવીર)

Pakistan News - ચા પીવાનું ઓછું કરવાની વિનંતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ઘણાને શંકા છે કે કેફીનયુક્ત પીણાનો કાપ કરીને દેશની ગંભીર નાણાંકીય સમસ્યાથી દૂર કરી શકાય છે

    ઇસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan) માં લોકોને કહેવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થાને યોગ્ય રીતે ચાલુ રાખવા માટે તેઓ જે ચા પીતા હોય તેનું પ્રમાણ ઓછું કરે. વરિષ્ઠ મંત્રી અહેસાન ઈકબાલે (Ahsan Iqbal) જણાવ્યું કે, દિવસમાં ચા ના ઓછા કપ પીવાથી પાકિસ્તાનના ઊંચા આયાત બિલ (Pakistan import bills) માં ઘટાડો થશે.

    દેશના નીચા ફોરેન કરન્સી રિઝર્વ (foreign currency reserves) હાલમાં તમામ આયાતના બે મહિના કરતાં ઓછા સમય માટે પૂરતું છે. આના કારણે હવે પાકિસ્તાનને ફંડની તાત્કાલિક જરૂરિયાત પડી શકે તેમ છે. પાકિસ્તાન ચા નો વિશ્વનો સૌથી મોટો આયાતકાર છે, તેણે ગત વર્ષે 600 મિલિયન ડોલર (£501m) કરતાં વધુ કિંમતની ચાની ખરીદી કરી હતી.

    પાકિસ્તાની મીડિયાના મતે ઈકબાલે જણાવ્યું હતું કે, "હું રાષ્ટ્રને અપીલ કરું છું કે ચા ના વપરાશમાં એકથી બે કપનો ઘટાડો કરો, કારણ કે અમે ચા ની આયાત લોન પર કરીએ છીએ. બિઝનેસ ટ્રેડર્સ પણ વીજળી બચાવવા માટે તેમના બજારના સ્ટોલ 20:30 વાગ્યે બંધ કરી શકે છે, તેવી સૂચના પણ આપવામાં આવી હતી.

    આ પણ વાંચો - બોયફ્રેન્ડે સાથે આત્મહત્યા ન કરી તો યુવતીએ કરી દીધો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

    પાકિસ્તાનના ફોરેન કરન્સી રિઝર્વમાં સતત ઘટાડો થવાના કારણે આ અપીલ કરવામાં આવી છે. સરકાર પર ઊંચા આયાત ખર્ચમાં ઘટાડો કરવા અને દેશમાં ફંડ રાખવા માટે લોકો પર આ પ્રકારે દબાણ લાવી રહી છે. ચા પીવાનું ઓછું કરવાની વિનંતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, ઘણાને શંકા છે કે કેફીનયુક્ત પીણાનો કાપ કરીને દેશની ગંભીર નાણાંકીય સમસ્યાથી દૂર કરી શકાય છે.

    પાકિસ્તાનની ફોરન કરન્સી રિઝર્વ ફેબ્રુઆરીમાં આશરે 16 બિલિયન ડોલર (£13.4bn)થી ઘટીને જૂનના પ્રથમ સપ્તાહમાં 10 બિલિયન ડોલર (£8.3bn)થી ઓછી થઈ ગઈ છે, જે તેની તમામ આયાતોના બે મહિનાના ખર્ચને આવરી લેવા માટે ભાગ્યે જ પૂરતી છે. ગયા મહિને કરાચીમાં અધિકારીઓએ ફંડના રક્ષણ માટે તેમની બિડના ભાગ રૂપે ડઝનેક બિન-આવશ્યક લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો.

    આર્થિક કટોકટી એ શાહેબાઝ શરીફની સરકાર માટે એક મોટી કસોટી છે, જેમને એપ્રિલમાં સંસદીય મતદાનમાં પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ઈમરાન ખાનને બદલે સ્થાન આપવામાં આવ્યું હતું.

    શપથ લીધાના થોડા સમય પછી શરીફે ઈમરાન ખાનની આઉટગોઇંગ સરકાર પર અર્થવ્યવસ્થાનું ગેરવ્યવસ્થાપન કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેને પાટા પર પાછું લાવવું એક મોટો પડકાર હશે. ગત અઠવાડિયે તેમની કેબિનેટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ને અટકેલા 6 બિલિયન ડોલર (£5bn) બેલઆઉટ પ્રોગ્રામને પુનઃપ્રારંભ કરવા માટે મનાવવાના હેતુથી 47bn ડોલર (£39bn)ના નવા બજેટનું અનાવરણ કર્યું હતું.

    2019માં IMF સોદાની વાટાઘાટો કરવામાં આવી હતી, જેથી ફોરેન કરન્સી રિઝર્વના ઓછા પુરવઠા અને વર્ષોના સ્થિર વૃદ્ધિને કારણે સર્જાયેલી આર્થિક કટોકટી હળવી કરી શકાય, પરંતુ બાદમાં ધિરાણકર્તાઓએ પાકિસ્તાનની નાણાંકીય બાબતો અંગે પ્રશ્ન ઉઠાવ્યા બાદ તેને અટકાવવામાં આવ્યો હતો.
    First published:

    Tags: Pakistan news, PM Shehbaz Sharif