Home /News /national-international /‘મોદીએ ભારતને ક્યાં પહોંચાડી દીધું...’ દુનિયાની પાંચમાં નંબરની GDP બનવા પર પાકિસ્તાની મીડિયાનું રિએક્શન, જુઓ Video

‘મોદીએ ભારતને ક્યાં પહોંચાડી દીધું...’ દુનિયાની પાંચમાં નંબરની GDP બનવા પર પાકિસ્તાની મીડિયાનું રિએક્શન, જુઓ Video

ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું

Indian Economy - આ સિવાય બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાના ભારત પ્રવાસને લઇને પણ પાકિસ્તાની મીડિયામાં ઘણી ચર્ચા થઇ રહી છે

    નવી દિલ્હી : ભારતની અર્થવ્યવસ્થાને (Indian Economy)લઇને પડોશી દેશ પાકિસ્તાનની મીડિયા (pakistani media)પર ઘણી પ્રશંસા કરી રહ્યું છે. આઈએમએફ દ્વારા ભારતને દુનિયાની અર્થવ્યવસ્થામાં (Economy)પાંચમો નંબર આપવા પર પાકિસ્તાની મીડિયાએ ભારતના લોકોને અભિનંદન પાઠવ્યા છે. પાકિસ્તાની મીડિયાએ કહ્યું કે 10 વર્ષ પહેલા ભારત અર્થવ્યવસ્થાના મામલે 11માં નંબરે હતું જ્યારે હાલ પાંચમાં નંબરે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં વિકાસ ઝડપથી થઇ રહ્યો છે.

    પાકિસ્તાની મીડિયાએ કહ્યું કે જો ભારત, પાકિસ્તાન અને ચીન એકસાથે મળીને કામ કરે તો આપણે ઝડપથી વિકાસ કરી શકીએ છીએ. આ સિવાય બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાના ભારત પ્રવાસને લઇને પણ પાકિસ્તાની મીડિયામાં ઘણી ચર્ચા થઇ રહી છે.

    આ પણ વાંચો - અર્થવ્યવસ્થા પર પીએમ મોદીએ કહ્યું- ભારતે 250 વર્ષ સુધી રાજ કરનાર દેશને પાછળ રાખ્યો

    પાકિસ્તાની મીડિયાએ ભારતની અર્થવ્યવસ્થાને લઇને કહ્યું કે ભારત જલ્દી દુનિયામાં મજબૂત અર્થવ્યવસ્થા વાળો દેશ બની જશે. પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાનમાં આવેલા પૂરને લઇને શહબાઝ શરીફ સરકારની ઘણી ટિકા કરી છે. પાકિસ્તાની મીડિયાએ કહ્યું કે પાકિસ્તાની લોકોની હિંમત હવે તુટી ગઇ છે. સરકાર જીવિત લાશની જેમ બની ગઈ છે, જે ફક્ત પોતાને ખેંચી રહી છે. આઈએમએફની ચેતવણીને લઇને પણ પાકિસ્તાની મીડિયાએ શહબાઝ શરીફ પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે સરકારે આઈએમએફની ચેતવણીને માનવી જોઈએ.
    " isDesktop="true" id="1247164" >

    ઈંગ્લેન્ડને પછાડીને ભારત વિશ્વની પાંચમાં નંબરની અર્થવ્યવસ્થા બન્યું


    વિશ્વની ટોચની અર્થવ્યવસ્થા બનવામાં ભારતે ઈંગ્લેન્ડને પાછળ રાખી દીધું છે. હાલ બ્રિટનમાં જીવન વ્યાપનનો ખર્ચ વધતા ખૂબ જ પરેશાની જોવા મળી રહી છે. વર્ષ 2021ના છેલ્લા ત્રણ મહિનામાં ભારત ઈંગ્લેન્ડને પછાડીને દુનિયાની પાંચમાં નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.

    ભારત કરતાં માત્ર 4 દેશો આગળ છે. તેમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મનીનો સમાવેશ થાય છે. ભારતના વિકાસ સાથે બ્રિટન છઠ્ઠા સ્થાને સરકી ગયું છે. યૂએસ ડોલરના આધાર પર આ ગણના કરવામાં આવી છે. આર્થિક નિષ્ણાતોનું અનુમાન છે કે, આવનારા સમયમાં ભારત બ્રિટન અર્થવ્યવસ્થાની સરખામણીમાં તેની વૃદ્ધિને વધુ મજબૂત બનાવશે
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Economy, Indian economy, Pakistan news

    विज्ञापन
    विज्ञापन