Home /News /national-international /VIDEO: પાકિસ્તાનીએ ફરી મોદી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, કહ્યું - શરીફ, ભુટ્ટો અને મુશર્રફ નહીં અમારે...
VIDEO: પાકિસ્તાનીએ ફરી મોદી માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, કહ્યું - શરીફ, ભુટ્ટો અને મુશર્રફ નહીં અમારે...
પાકિસ્તાની નાગરિકનો વાયરલ વીડિયો
Pakistani Man Viral Video: પાકિસ્તાન (Pakistan Economic Crisis) માં આર્થિક સંકટ વચ્ચે એક વ્યક્તિનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની નાગરિક ભારત અને પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની ભારે પ્રશંસા કરી રહ્યો છે. સના અમજદ (Youtuber Sana Amjad) નામના યુટ્યુબરે આ વીડિયો પોતાની ચેનલમાં પોસ્ટ કર્યો છે. હવે આ પાકિસ્તાની નાગરિકનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેણે કહ્યું કે, ભારત સાથે મિત્રતા તેના દેશની હાલત પણ સુધારી શકે છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાન ( Pakistan)ના એક યુટ્યુબર (Youtuber Sana Amjad)થી વાતચીત દરમિયાન ત્યાના નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી ખુબ પ્રસંશા કરી હતી. અત્યારે આ વાતચીતનો વીડિયો ભારત અને પાકિસ્તાનમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સના અહમદ નામની યુટ્યુબરે આ વીડિયો પોતાની ચેનલમાં અપલોડ કર્યો છે. યુ ટ્યુબ ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાની નાગરિકો કહ્યું હતું કે, અમે પ્રાર્થના કરીએ છીએ કે, પાકિસ્તાનને પણ નરેન્દ્ર મોદી જેવો પ્રધાનમંત્રી મળે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે પાકિસ્તાની નાગરિકને વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાતચીતમાં પાકિસ્તાની નાગરિકે યુટ્યુબરને કહ્યું કે, ભારતના પ્રધાનમંત્રી સાથે મિત્રતા કરવામાંથી તેના દેશની હાલત સુધરી શકે છે.
આ પાકિસ્તાની નાગરિકે પોતાની વાતમાં જણાવ્યું કે, પહેલો વીડિયો વાયરલ થયા પછી ઘણા લોકોએ કહ્યું કે, પાકિસ્તાની હોવાની આવું ના કહેવું જોઈએ. પરંતુ તેણે જોર લાગવી કહ્યું કે, તે હજુ પણ પ્રધાનમંત્રી મોદીની પ્રશંસા કરવાના વલણ પર કાયમ છે.
પાકિસ્તાની નાગરિકે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી પોતાના દેશેને છેલ્લા આઠ વર્ષોમાં ઘણો આગળ લઈ ગયા છે. તેણે કહ્યું કે, પહેલા પાકિસ્તાન અને ભારતની સરખામણી કરવામાં આવતી હતી. પરંતુ હવે સમાનતા કરવી શક્ય નથી. ભારતીયો વિદેશમાં પણ સારૂ એવુ કામ કરી રહ્યા છે. તેણે કહ્યું કે, પીએમ મોદી પોતાની દેશ માટે કામ કરી રહ્યા છે. ભારતીય નાગરિકોના હિત માટે પ્રધાનમંત્રીએ અમેરિકાની નારાજગી હોવા છતા પણ રશિયા પાસેથી તેલ ખરીદ્યું હતું. " isDesktop="true" id="1344661" >
પાકિસ્તાન ભારતની જેમ સારા કામ કરે: પાકિસ્તાની નાગરિક
ઉલ્લેખનીય છે કે, અત્યારે પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટ અને ભારે મોંઘવારીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આના પર પાકિસ્તાની નાગરિકે કહ્યું કે, જો વિભાજન ન થયું હોત તો પાકિસ્તાનીઓને પણ સસ્તું અનાજ અને ઈંધણ મળી શક્યું હોત. પાકિસ્તાની નાગરિકે વધુંમા કહ્યું કે, ‘હું પીએમ મોદીને પસંદ કરું છું, હું તેમને પ્રેમ કરું છું.’ તેણે કહ્યું કે, પાકિસ્તાનને નવાઝ શરીફ, બેનઝીર ભુટ્ટો અને પરવેઝ મુશર્રફ નથી જોઈતા પરંતુ મોદી જોઈએ છે. આ સાથે સાથે તેણે વધુમાં કહ્યું કે, તે ઈચ્છે છે કે, પાકિસ્તાન ભારતની જેમ સારા કામ કરે. આ પહેલા પણ આ પાકિસ્તાની નાગરિકનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. આ પછી યુટ્યુબરે શનિવારે વધુ એક વીડિયો શેર કર્યો. આ વીડિયોને ખાલી 5 કલાકની અંદર જ 50 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર