શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ (Jaish-e-Mohammed -JeM)સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીર ઝોન પોલીસના IGP વિજય કુમારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પ્રતિબંધિત આતંકી સંગઠન JeM સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકી લંબૂ (Lamboo)ને અથડામણમાં ઠાર કર્યો છે. બીજા આતંકીની ઓળખ કરવામાં આવી રહી છે. આઈજીપી કાશ્મીરે આ કાર્યવાહી માટે સેના અને અવંતીપુર પોલીસને અભિનંદન પાઠવ્યા છે.
સૂત્રોના મતે લંબૂ જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સાથે જોડાયો હતો. 2018માં લંબૂ આંતરરાષ્ટ્રીય સરહદથી કાશ્મીરમાં આવ્યો હતો. તેનું બીજુ કોડ નામ સૈફુલ્લા હતું. જૈશ પોતાના સૌથી મહત્વપૂર્ણ કમાન્ડર્સને કોડ આપે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી અબૂ સૈફલ્લા ઉર્ફે લંબૂ 2019માં પુલવામામાં આતંકી હુમલાની ષડયંત્ર રચવામાં સામેલ હતો. બતાવવામાં આવી રહ્યું છે કે તેણે હુમલામાં ઉપયોગ કરેલ આઈઈડી બનાવ્યા હતા.
Lamboo is believed to be closely related to Jaish’s founder Masood Azhar. Had entered Kashmir through the international border in 2018. His other code name was Saifullah, which is a name Jaish gives to its most important commanders. pic.twitter.com/D7xg7XcRAF
આ પહેલા પોલીસે જાણકારી આપી હતી કે સુરક્ષાબળોને આતંકવાદીઓની હાજરીની જાણકારી મળવા પર શનિવારે સવારે નામિબિયાન અને મારસાર વનક્ષેત્ર અને દાચીગામમાં વિસ્તારમાં ઘેરાબંધી કરીને તલાશી અભિયાન શરુ કર્યું હતું. છુપાઇને બેસેલા આતંકવાદીઓએ ગોળીઓ ચલાવી હતી. આ પછી અથડામણ શરૂ થઇ હતી.