પાકિસ્તાનમાં કૂતરા અને મચ્છરોના 'આતંક' એટલો વધ્યો કે તુર્કીથી મદદ માંગી

પ્રતિકાત્મક તસવીર

આતંકવાદીથી દુનિયામાં આતંક ફેલવનાર પાકિસ્તાર હવે કૂતરા અને મચ્છરોથી ત્રાહિમામ થયું.

 • Share this:
  આતંકવાદીથી દુનિયામાં આતંક ફેલવનાર પાકિસ્તાર હવે કૂતરા અને મચ્છરોથી ત્રાહિમામ પોકારી રહ્યો છે. સ્થિતિ એટલી વણસી છે કે રાતે એકલા બહાર જતા પણ લોકો ડરે છે. પાકિસ્તાની જીઓ ન્યૂઝ મુજબ પાકિસ્તાનમાં કૂતરા દ્વારા લોકોને કરડવાની ઘટનાઓ વધી છે. બીજી તરફ ડેન્ગૂ જેવી મચ્છરજન્ય બિમારોઓએ પણ ત્યાંના લોકોની મુશ્કેલી વધારી છે. ડેગ્યૂના કારણે મોટી સંખ્યામાં લોકોની મોત થઇ છે અને તેનાથી અર્થવ્યવસ્થાને પણ મોટી અસર થઇ છે.
  જીઓ ન્યૂઝના રિપોર્ટ મુજબ કરાચીમાં એક કૂતરાએ 25 લોકોને બચકા ભર્યા છે. પહેલા લોકોએ આ ઘટનાને સામાન્ય સમજી. પણ મંગળવારે આ કૂતરાની મોત થતા લોકો ચોંકી ગયા અને હોસ્પિટલ જતા ખબર પડી કે કૂતરો રેબિઝથી સંક્રમિત હતું. લિયાકતાબાદમાં રેબિઝ સંક્રમણથી 12 દર્દીઓના કેસ સામે આવ્યા છે તો અબ્બાસી શહીદ હોસ્પિટલમાં 23 કેસ જોવા મળ્યા છે. બીજી તરફ પાકિસ્તાનમાં ડેન્ગ્યૂનો આતંક પણ એટલો જ જોવા મળ્યો છે. ડેન્ગ્યૂના દર્દીઓમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. 50 હજાર લોકો અત્યાર સુધીમાં ડેન્ગ્યૂની બિમારીમાં ફસડાઇ ચૂક્યા છે. અને તેમાં રાવલપીંડિ અને ઇસ્લામાબાદમાં સૌથી વધુ લોકો છે. વળી દેશમાં ડેન્ગ્યૂના કારણે 250 જેટલા લોકોની મોત પણ આ કારણે થઇ ચૂકી છે.

  ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પાસે જીવન રક્ષક દવાઓ જેવી કે સાંપ કે પછી કૂતરાના કરડવાથી બચાવવા જે વેક્સીન બને છે તેનું નિર્માણ નથી થતું. રેબિઝની દવાઓ માટે તે પહેલાથી ભારત પર નિર્ભર હતું. પણ કાશ્મીર વિવાદ પછી પાકિસ્તાને સામે ચાલી ભારત સાથે તમામ સંબંધો તોડી નાંખ્યા છે. જેના કારણે પાકિસ્તાન હવે પોતે મુશ્કેલીમાં ફસાયું છે. જાગરણમાં છપાયેલી ખબર મુજબ પાકિસ્તાન જો ભારતની વેક્સીન મંગાવે છે તો તેને 6 ડૉલર આપવા પડે છે. અને જો યુરોપથી મંગાવે તો લગભગ 446 ડૉલર આમ વિદેશથી આ દવા માંગાવવી તેના માટે મોંઘી સાબિત થાય છે. ત્યારે તુર્કીના રાષ્ટ્રપતિ રેસપ તૈયપ અર્દોગાન પાકિસ્તાનની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન તુર્કી સાથે સ્વાસ્થય વીમા પર કોઇ કરાર કરી શકે છે.
  Published by:Chaitali Shukla
  First published: