Home /News /national-international /ટેરર ફન્ડિંગ સાથે જોડાયા છે પાક. હાઇ કમીશનના અધિકારીઓના તાર, NIAને મળ્યા અગત્યના પુરાવા

ટેરર ફન્ડિંગ સાથે જોડાયા છે પાક. હાઇ કમીશનના અધિકારીઓના તાર, NIAને મળ્યા અગત્યના પુરાવા

પાકિસ્તાન હાઇકમીશનના અધિકારી ભારતમાં જાસૂસી પ્રવૃત્તિમાં સામેલ હોવા ઉપરાંત અનેક આતંકી સંગઠનો સાથે પણ સાંઠગાંઠ

પાકિસ્તાન હાઇકમીશનના અધિકારી ભારતમાં જાસૂસી પ્રવૃત્તિમાં સામેલ હોવા ઉપરાંત અનેક આતંકી સંગઠનો સાથે પણ સાંઠગાંઠ

શૈલેન્દ્ર વાંગૂ, નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રાલય (Ministry of External Affairs)એ મંગળવારે દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમીશન (Pakistan High Commision)ના અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા 50% ઘટાડવાનો નિર્ણય લીધો. આ નિર્ણય પાકિસ્તાનના કાર્યવાહક હાઇકમીશનને જણાવવામાં આવ્યો. વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન હાઇકમીશનના અધિકારી દેશમાં જાસૂસી ગતિવિધિઓમાં સામેલ હોવા ઉપરાંત અનેક આતંકી સંગઠનો સાથે પણ તેમની સાંઠગાંઠ છે. ન્યૂઝ18ને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ પાકિસ્તાન હાઇ કમીશનના બે અધિકારીઓ પર ટેરર ફંડિંગ (Terror Funding)ના સીધા આરોપ છે. અને તેમના કેટલાક અધિકારી ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેથી ભારતે સ્ટાફની સખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો, જેને એક સપ્તાહમાં લાગુ કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર ટેરર ફંડિંગમાં પાક. હાઇ કમીશનનો હાથ

જમ્મુ-કાશ્મીર ટેરર ફંડિંગ મામલામાં NIAને મજબૂત પુરાવા મળ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હુર્રિયત નેતાઓ (Hurriyat Leaders) સુધી પાક. હાઇ કમીશનના અધિકારી નાણા પહોંચાડતા હતા. કાશ્મીરના એક બિઝનેસમેન જહૂર અહમદ શાહ વટાલી દ્વારા પાક. હાઇ કમીશન અને પાક.ની ઇન્ટેલિજન્સી એજન્સી ISI, હુર્રિયત નેતાઓને નાણા મોકલતા હતા.

આ પણ વાંચો, US ઇન્ટેલિજન્સ રિપોર્ટનો દાવોઃ ચીને આપ્યો હતો ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો પર હુમલાનો આદેશ

તલાશી દરમિયાન વટાલીના ઘરેથી કેટલાક એવા દસ્તાવેજો NIAને મળ્યા જેનાથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હાઇ કમીશનના અધિકારી સીધી રીતે હુર્રિયત નેતાઓ માટે વટાલીને નાણા મોકલતા હતા. દસ્તાવેજથી એ સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન હાઇ કમીશનના અધિકારી ઇકબાલ ચીમા જહૂર વટાલીની પાસે લાખો રૂપિયા મોકલતા હતા જેથી તેને હુર્રિયત નેતાઓ સુધી પહોંચાડી શકાય અને કાશ્મીરમાં ગડબડ ફેલાવી શકાય.

આ પણ વાંચો, ભારત-ચીન વચ્ચે વાતચીત સફળ રહી, લદાખમાં બંને દેશની સેનાઓ પાછળ હટશે

NIAને મળેલા દસ્તાવેજ મુજબ, 15 માર્ચ 2016ના રોજ વટાલીને 30 લાખ રૂપિયા મોકલવામં આવ્યા અને 20 ઓક્ટોબર 2016ના રોજ 40 લાખ વટાલીને મોકલવામાં આવ્યા. તપાસ મુજબ જાણવા મળ્યું કે આ રકમ પાકિસ્તાન હાઇ કમીશનમાં ફર્સ્ટ સેક્રેટરી-પ્રેસ ઇકબાલ ચીમાએ મોકલી હતી. 23 સપ્ટેમ્બર 2015થી 2 નવેમ્બર 2016 સુધી પાક. હાઇ કમીશનમાં ફર્સ્ટ સેક્રેટરી પ્રેસ તરીકે કાર્યરત હતા મુદસ્સર ઇકબાલ ચીમા. જોકે 2016માં ચીમા સહિત 6 અધિકારીઓને પાકિસ્તાને પરત બોલાવી દીધા હતા. પરંતુ દિલ્હીમાં હાઇ કમીશનમાં કાર્યકાળ દરમિયાન ઇકબાલ ચીમા સતત હુર્રિયત નેતાઓને નાણા મોકલતા રહેતા હતા.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો