પાકિસ્તાની હેકરે સાંસદની વેબસાઇટ કરી હેક, મોદીનું કાર્ટૂન બનાવી ભારતની ઉડાવી ઠેકડી

Haresh Suthar | News18
Updated: June 16, 2015, 4:47 PM IST
પાકિસ્તાની હેકરે સાંસદની વેબસાઇટ કરી હેક, મોદીનું કાર્ટૂન બનાવી ભારતની ઉડાવી ઠેકડી
બિકાનેરના સાંસદ અર્જુન મેઘવાલની ઓફિશિયલ વેબસાઇટ કોઇ પાકિસ્તાનીએ હેક કરી મોદીના ચહેરામાં ભારતને નિશાન બનાવતું કાર્ટૂન બનાવ્યું છે. હેકરે પોતાની ઓળખ ફૈજલ 1337 બતાવતાં ફ્રી કાશ્મીરનો રાગ આલાપ્યો છે. મોદીને ભીખારીના રૂપમાં દર્શાવી ભારતને ગર્ભિત ચીમકી ઉચ્ચારાઇ છે અને ફ્રી કાશ્મીરની માંગ કરાઇ છે.

  • News18
  • Last Updated: June 16, 2015, 4:47 PM IST
  • Share this:
અમદાવાદ # બિકાનેરના સાંસદ અર્જુન મેઘવાલની ઓફિશિયલ વેબસાઇટ કોઇ પાકિસ્તાનીએ હેક કરી મોદીના ચહેરામાં ભારતને નિશાન બનાવતું કાર્ટૂન બનાવ્યું છે. હેકરે પોતાની ઓળખ ફૈજલ 1337 બતાવતાં ફ્રી કાશ્મીરનો રાગ આલાપ્યો છે. મોદીને ભીખારીના રૂપમાં દર્શાવી ભારતને ગર્ભિત ચીમકી ઉચ્ચારાઇ છે અને ફ્રી કાશ્મીરની માંગ કરાઇ છે.

વેબસાઇટ www.arjunrammeghwal.com હેક કરવામાં આવી હતી. પોતાની વેબસાઇટ હેક કરાયાની ખબર મેઘવાલને પણ મંગળવારે સવારે થઇ હતી. ત્યાર બાદ મેઘવાલ તરફથી દિલ્હી પોલીસમાં સાઇબર ક્રાઇમ અંગે ફરીયાદ નોંધાવવામાં આવી હતી.

જે પાકિસ્તાની હેકરે સાંસદ અર્જુન મેઘવાલની વેબસાઇટ હેક કરી છે એણે પોતાનું નામ ફૈજલ લખ્યું છે. હેકરે મેઘવાલના પેજ પર મોદીના રૂપમાં ભારતને એક ભીખારીના રૂપમાં પ્રદર્શિત કરાયો છે. ઘોડીના સહારે ઉભેલા બતાવાયા છે તેમજ હાથે પગે ફ્રેકચર થયાનું બતાવાયું છે અને એમાં ભારત પાક વચ્ચે થયેલા યુધ્ધની તવારીખોનો ઉલ્લેખ કરાયો છે.

કાર્ટૂનના નીચે આ હેકરે ફ્રી કાશ્મીરની વાત કરી છે. ફ્રી કાશ્મીરની માંગ સાથે ફ્રિડમ અમારો ધ્યેય હોવાની પણ ગર્ભિત ચીમકી ઉચ્ચારી છે.
First published: June 16, 2015
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading