Home /News /national-international /

પાકિસ્તાની યુવતીને હૈદરાબાદના યુવક સાથે થયો પ્રેમ, ભારતમાં ઘૂસવા જતાં થયું આવું!

પાકિસ્તાની યુવતીને હૈદરાબાદના યુવક સાથે થયો પ્રેમ, ભારતમાં ઘૂસવા જતાં થયું આવું!

(photo credit:shutterstock.com)

પાકિસ્તાની યુવતી શંકાસ્પદ રીતે ભારતમાં ઘુસતી હોવાનો મામલો સામે આવ્યો છે. બોર્ડર પર તહેનાત SSBએ પૂછપરછ કરીને તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો...

દિલ્હી: બિહારનો સીમાવર્તી જિલ્લો સીતામઢી ફરી એક વાર ચર્ચાનો વિષય બની ગયો છે. પાકિસ્તાની યુવતી શંકાસ્પદ રીતે ભારતમાં ઘુસતી હોવાનો મામલો સામે આવ્યો છે. બોર્ડર પર તહેનાત SSBએ પૂછપરછ કરીને તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો તે આધાર કાર્ડ નકલી નીકળ્યું હતું. યુવતીએ SSBને જણાવ્યું છે કે, તે પાકિસ્તાની છે અને તે તેના પ્રેમી સાથે ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહી હતી.

તપાસ કરતાં સામે આવ્યું કે, તે યુવતી હૈદરાબાદના યુવકને પ્રેમ કરે છે અને તે બોર્ડર પર આ યુવતીને લેવા માટે આવ્યો હતો. આ યુવકનું નામ સૈયદ મહમૂદ છે. આ મામલે નેપાળી યુવક જીવન કુમાર સાહ તે યુવતીની બોર્ડર પાર કરવામાં મદદ કરતો હતો. હાલમાં તેઓને પૂછપરછ કરવામાં આવી રહી છે.

યુવતીએ પોલીસને જણાવ્યું કે, તે પાકિસ્તાનના ફૈસલાબાદ જિલ્લામાં રહે છે અને તે તેના પ્રેમી સાથે રહેવા માટે અહીંયા આવી હતી. આ મામલાની ગંભીરતાને જોતા SSBએ સીતામઢી પોલીસને યુવતી સોંપી દીધી હતી. સુરસંડ પોલીસ સ્ટેશનમાં અનેક ધારાઓ હેઠળ આ મામલો નોંધવામાં આવ્યો છે. નેપાળી નાગરિક જીવન કુમાર અને હૈદરાબાદના સૈયદ મહમૂદની ધરપકડ કરવામાં આવી છે અને ત્રણેય વ્યક્તિને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાન: ઇમરાન ખાને રેલીમાં કેમ બતાવ્યો વિદેશ મંત્રી એસ જયશંકરનો વીડિયો?

પાકિસ્તાની યુવતીની ધરપકડ કર્યા બાદ ઈન્ટેલિજેન્સ બ્યુરો સતર્ક થઈ ગયું છે. તપાસ એજન્સી આ મામલે તપાસ કરી રહી છે કે, પાકિસ્તાની યુવતીને હૈદરાબાદના યુવક સાથે પ્રેમ થયો છે કે, ષડયંત્ર રચવામાં આવ્યું છે. 24 વર્ષીય ખદીજા નૂરે પોલીસને જણાવ્યું કે, તેના માતા પિતા આ લગ્ન માટે તૈયાર નહોતા. આ કારણોસર તેણે આ પ્રકારે ભારત આવવાનો નિર્ણય કર્યો અને તે પકડાઈ ગઈ.

અગાઉ SSBએ ભારત નેપાળ સીમાના ભિટ્ઠામોડ જલેશ્વર ચેકપોસ્ટ પાસેથી 11 જૂનના રોજ બે ચીની નાગરિકોની ધરપકડ કરી હતી. આ બે નાગરિકો ચીનના વુહાનના રહેવાસી હતા, જેમાં 30 વર્ષીય લુ લૈંગ અને 34 વર્ષીય યુવાન હેલંગ તરીકે ઓળખાણ થઈ હતી. તેમના તાર દિલ્હી, નોઈડા, આસામ, નાગાલેન્ડ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હતા. ત્યારબાદ ચીની જાસૂસના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી સુ ફાઈ અને તેની ગર્લફ્રેન્ડ તથા ગુજરાતના એક વ્યક્તિ સહિત અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ વ્યક્તિઓ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
First published:

Tags: Latest News, National news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन