મિરાજ 2000નું ફોર્મેશન જોઈ ડરી ગયા પાક.ના F16 ફાઇટર જેટ, ભાગી છૂટ્યા- સૂત્ર

વાયુસેનાના 12 મિરાજ ફાઇટર પ્લેનોએ પીઓકેમાં ઘૂસીને જૈશના 200થી વધુ આતંકીઓને ઢાળી દીધા

વાયુસેનાના 12 મિરાજ ફાઇટર પ્લેનોએ પીઓકેમાં ઘૂસીને જૈશના 200થી વધુ આતંકીઓને ઢાળી દીધા

 • Share this:
  PoKમાં ભારતીય વાયુસેનાના હુમલા બાદ મોટા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાને ઈન્ડિયન એરફોર્સને રોકવા માટે F16 પ્લેનનો ઉપયોય કર્યો હતો. પરંતુ ભારતીય વાયુસેનાની ફોર્મેશનની સામે પાકિસ્તાનના F16 પ્લેન કંઈ જ ન કરી શક્યા અને તેને પરત જવું પડ્યું. સૂત્રો મુજબ આ ઓપરેશનને વેસ્ટર્ન એર કમાન્ડે અંજામ આપ્યો છે.

  ઉલ્લેખનીય છે કે, પુલવામામાં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતાં પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદના 200થી વધુ આતંકી ઢાળી દીધા.

  એરફોર્સના 12 મિરાજ ફાઇટર પ્લેનોએ પીઓકેમાં ઘૂસીને જૈશના 5 આતંકી કેમ્પોને નષ્ટ કરી દીધા. આ ઓપરેશન પીઓકેના બાલાકોટમાં કરવામાં આવ્યો, જેની વાત પાકિસ્તાને પોતે જ માની છે. સૂત્રો મુજબ આ ઓપરેશન 21 મિનિટ સુધી ચાલ્યું.

   સૂત્રો મુજબ, ભારતીય વાયુસેનાએ બાલાકોટ, ચકોટી ઉપરાંત ખૈબર પખ્તૂનવામાં પણ એર સ્ટ્રાઇક કરી. આ ઓપરેશનમાં ઇન્ડિયન આર્મી પણ સામેલ હતી.

  આ પણ વાંચો, Surgical Strike 2.0: એરફોર્સે આવી રીતે કર્યો હુમલો, જાણો મિનિટ-ટુ-મિનિટ ડિટેલ

  આ પણ વાંચો, એર સ્ટ્રાઇક: શા માટે આ હુમલો 2016 કરતાં વધુ ઘાતક અને મોટો છે? જાણો 3 કારણ
  Published by:Mrunal Bhojak
  First published: