ફોટોશૂટ માટે પાકિસ્તાની કપલે સિંહના બચ્ચાને આપ્યું ડ્રગ્સ, સોશ્યલ મીડિયા પર લોકોએ ઠાલવ્યો આક્રોશ

ફોટોશૂટ માટે પાકિસ્તાની કપલે સિંહના બચ્ચાને આપ્યું ડ્રગ્સ, સોશ્યલ મીડિયા પર લોકોએ ઠાલવ્યો આક્રોશ

લોકો સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે, કારણ કે દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંહના બચ્ચાને નશો કરીને બેભાન કરવામાં આવ્યું હતું

 • Share this:
  આજકાલ લોકો લગ્નને યાદગાર બનાવવા માટે અલગ-અલગ પ્રકારના ફોટોશૂટ કરાવી રહ્યા છે. અલગ-અલગ પ્રકારના થીમ ઉપર ફોટોશૂટ કરાવવામાં આવે છે. પરંતુ પાકિસ્તાનમાં દુલ્હા અને દુલ્હને લગ્ન દરમ્યાન સિંહના બચ્ચાને પ્રોપરૂપે ઉપયોગ કરીને ફોટોશૂટ કરાવ્યું છે. જે અંગે લોકો સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે, કારણ કે દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંહના બચ્ચાને નશો કરીને બેભાન કરવામાં આવ્યું હતું. આ પ્રકારનું ફોટોશૂટ કરાવીને તેઓ પ્રખ્યાત થવા ઈચ્છતા હતા. ફોટોશૂટ કરનાર સ્ટૂડિયોનું કહેવું છે કે બચ્ચાનેને નશો આપવામાં આવ્યો ન હતો.

  સોશિયલ મીડિયા પર સિંહના બચ્ચા સાથેનું આ ફોટોશૂટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં દુલ્હા-દુલ્હને એકબીજાનો હાથ પકડ્યો છે અને વચ્ચે સિંહનું બચ્ચું સૂતું છે. જેમાં હેશટેગ શેર કી રાની (#SherKiRani)રાખવામાં આવ્યું છે.

  સેવ દ વાઈલ્ડ નામના પાકિસ્તાનના એક પશુ કલ્યાણ સંગઠને આ વીડિયોને ટ્વિટર મુકતા પશુ ક્રૂરતા મામલે એક રૂપે આ મામલાને ઉજાગર કર્યો છે અને સિંહના બચ્ચાને સ્ટૂડિયોથી રેસ્ક્યુ કરવાનો અનુરોધ કર્યો છે. પશુ અધિકારોના સંગઠને આ પ્રકારના ફોટોશૂટ પર આપત્તિ દર્શાવી છે. પાકિસ્તાની સંસ્થા આ અંગે કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહી છે.

  આ પણ વાંચો - મોબાઈલ ચોરી થઇ જાય તો આવી રીતે શોધી શકાય છે? ડિલીટ પણ કરી શકાય છે ડેટા  સિંહના બચ્ચાને પ્રોપ રૂપે ઉપયોગ કરવા પર ટ્વિટર પર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક યૂઝરે આ વીડિયોને શેર કરતા લખ્યું છે કે, ‘આ ખૂબ જ ગંભીર બાબત છે, મેં પહેલી વાર જોયું કે લગ્નમાં પ્રોપ માટે સિંહના બચ્ચાનો ઉપયોગ કરવામાં આવ્યો.’ અન્ય યૂઝરે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું છે કે ‘કેટલી શરમજનક બાબત છે, જાનવર સાથે આવો વ્યવહાર કરવો કેટલે અંશે યોગ્ય છે?’

  આ પ્રકારનો વીડિયો અને ફોટો વાયરલ થયા બાદ લોકોમાં આ બાબતે આક્રોશ જોવા મળી રહ્યો છે. જે બાદ વાઇલ્ડ લાઈફ વિભાગ સતર્ક થયો છે અને પશુ અધિકાર કાર્યકરોએ આ રીતે સિંહના બચ્ચાનો ઉપયોગ કરવા અંગે નિંદા વ્યક્ત કરી છે.
  First published: