Home /News /national-international /પાકિસ્તાની દુલ્હને સોનાને બદલે ટમેટાના ઘરેણાં પહેર્યાં! કારણ જાણી ચોંકી જશો

પાકિસ્તાની દુલ્હને સોનાને બદલે ટમેટાના ઘરેણાં પહેર્યાં! કારણ જાણી ચોંકી જશો

પાકિસ્તાની દુલ્હીને સોનાને બદલે ટમેટાના ઘરેણાં પહેર્યા

પત્રકાર ટમેટાને સ્પર્શ કરવા ગયો તો દુલ્હને ધમકાવતાં કહ્યું કે, અડક્યો તો મારી નાખીશ

લાહોર : પાકિસ્તાન (Pakistan)માં ટમેટા (Tomato)ના ભાવ આસમાને પહોંચી ગયા છે. ટમેટાના ભાવ એટલી વધી ગયા છે કે તે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ ગયા છે. પાકિસ્તાનમાં ટમેટા અને સોનાને એક જ ત્રાજવે તોલવામાં આવી રહ્યા છે. તેનું ઉદાહરણ એ સમયે જોવા મળ્યું જ્યારે પાકિસ્તાનની એક દુલ્હન (Bride)એ સોનાના ઘરેણાં (Jewellery)ને બદલે ટમેટાનાં આભૂષણ પહેરી લીધા. આ વીડિયો (Viral Video)ને જોયા બાદ ભલે મજા લઈ રહ્યા હોય પરંતુ પાકિસ્તાનની સ્થિતિ હકિકતે આવી જ છે.

પાકિસ્તાનના આ વીડિયોમાં દુલ્હાને ટમેટાના ઘરેણાં પહેર્યાં છે. પાકિસ્તાનમાં ટમેટા હાલમાં 300 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. દુલ્હનના આ પ્રકારે તૈયાર થવા પર જ્યારે પત્રકારે તેનું કારણ પૂછ્યું તો દુલ્હીને ઘણો રસપ્રદ જવાબ આપ્યો. દુલ્હને કહ્યું કે, સોનું ઘણું મોંઘું થઈ ગયું છે. ટમેટા અને ચિલગોજાના ભાવ ઘણા વધી ગયા છે. તેથી મેં મારા લગ્નમાં સોનાને બદલે ટમેટાના ઘરેણાં બનાવીને પહેર્યાં છે. જ્યારે રિપોર્ટરે તેના ટમેટાનો સ્પર્શ કર્યો તો તેણે ગુસ્સે થઈ કહ્યું કે, અડક્યો તો મારી નાખીશ. મને આ ટમેટા બહુ વ્હાલા છે. આ ઉપરાંત દુલ્હને જણાવ્યું કે દહેજમાં તેના માતા-પિતાએ ત્રણ પેટી ટમેટા આપ્યા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, પાકિસ્તાનમાં ટમેટા ખરીદવા હવે દરેક લોકો માટે શક્ય નથી. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં ટમેટાની કિંમત 300 રૂપિયે કિલો પહોંચી ગઈ છે. બે મિનિટના આ વીડિયોને અત્યાર સુધી 33 હજારથી વધુ વાર જોવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા બાદ યૂઝર્સ તેને બિલકુલ નવો આઈડિયા ગણાવી રહ્યા છે. એક યૂઝરે દુલ્હનને પાકિસ્તાનની સૌથી અમીર મહિલા પણ કહી દીધી. એક અન્ય યૂઝરે લખ્યું કે, જો આપને લાગે છે કે તમે જિંદગીમાં બધું જોઈ ચૂક્યા છો તો ટમેટાના ઘરેણાં પણ જોઈ લો.

આ પણ વાંચો,

ઈમરાન ખાન સરકાર ખતરામાં, મૌલાનાએ કહ્યુ- દા'ડા ગણવાનું શરૂ કરી દો
સ્કૅચના આધારે પકડાયો બે માસૂમ બાળકીઓનો હત્યારો, પોલીસ કસ્ટડીમાં આત્મહત્યાનો પ્રયાસ
First published:

Tags: Social media, Tomato, પાકિસ્તાન, વાયરલ વીડિયો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો