પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા સાથે તોડફોડ

નારાજ પાકિસ્તાનમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા સાથે તોડફોડ

મહારાજા રણજીતસિંહની 9 ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ લાહોર કિલ્લામાં જૂનમાં તેમની 180મી પુણ્યતિથિ પર કરવામાં આવ્યું હતું

 • Share this:
  જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકાર તરફથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનમાં ભારતની વિરુદ્ધ ગુસ્સો વધતો જઈ રહ્યો છે. આવા જ ગુસ્સાના કારણે પાકિસ્તાનના લાહોર શહેરમાં સ્થિત મહારાજા રણજીતસિંહની પ્રતિમાને બે લોકોએ શનિવારે ક્ષતિગ્રસ્ત કરી દીધી. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

  19મી સદીના પ્રારંભમાં ઉત્તર પ્રશ્ચિમ ભારતીય ઉપમહાદ્વીપ પર શાસન કરનારા મહારાજા રણજીતસિંહની 9 ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ લાહોર કિલ્લામાં જૂનમાં તેમની 180મી પુણ્યતિથિ પર કરવામાં આવ્યું હતું. મહારાજા રણજીતસિંહનું 1839માં નિધન થયું હતું. કાંસાની બનેલી આ પ્રતિમામાં મહારાજા શીખ પોષાક પહેરેલા, હાથમાં તલવાર લઈને એક ઘોડા પર બેઠેલા દર્શાવવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, આર્ટિકલ 370 હટાવવાને લઈ મારા મનમાં કોઈ સંદેહ નહોતો : અમિત શાહ

  પોલીસે આ મામલામાં બે લોકોની ધરપકડ કરી લીધી છે અને દેશના ઈશનિંદા કાયદા હેઠળ તેમની વિરુદ્ધ મામલો નોંધ્યો છે. જમ્મુ-કાશ્મીરથી વિશેષ દરજ્જો પરત લેવાને લઈ આરોપી બંને વ્યક્તિ ગુસ્સામાં હતા. સંદિગ્ધોનો સંબંધ કટ્ટરપંથી મૌલવી મૌલાના ખાદિમ રિઝવીના સંગઠન તહરીક-લબ્બૈક પાકિસ્તાન સાથે છે. લાહોર કિલ્લાના મામલાઓ માટે જવાબદાર 'ધ વોલ્ડ સિટી ઓફ લાહોર ઓથોરિટી'એ ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ અને ઈદ બાદ તરત જ પ્રતિમાનું સમારકામ કરાવવાની વાત કહી.

  આ પણ વાંચો, બચાવનાર 'ભગવાન' સમાન છે, આ વાત સમજાશે 50 સેકન્ડના Videoમાં

  'ધ વોલ્ડ સિટી ઓફ લાહોર ઓથોરિટી'ની પ્રવક્તા તાનિયા કુરૈશીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે લાહોર કિલ્લામાં સુરક્ષા વધારીશું જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. પ્રતિમાનું સમારકામ આવતા સપ્તાહે કરવામાં આવશે. સમારકામ થયા બાદ ફરી એકવાર પ્રતિમાને જનતા માટે ખૂલ્લી મૂકવામાં આવશે.

  આ પણ વાંચો, આર્ટિકલ 370 પર શિવરાજ સિંહે કહ્યુ- જવાહરલાલ નહેરુ 'ક્રિમિનલ' હતા
  Published by:Mrunal Bhojak
  First published: