પાકિસ્તાની એન્કરે કહ્યું 'અમે રાતના અંધારામાં સૂરજ પર પહોંચીશું' !
જો કે વીડિયોની તપાસ કરતાં બહાર આવ્યું કે આ વીડિયો વેબસાઇટ ફેક ન્યૂઝનો છે. પાકિસ્તાની એન્કરની ભૂમિકા નિભાવનારા ભારતીય શખ્સ પાકિસ્તાની એન્કરની નકલ કરતાં દેખાઇ રહ્યાં છે.
જો કે વીડિયોની તપાસ કરતાં બહાર આવ્યું કે આ વીડિયો વેબસાઇટ ફેક ન્યૂઝનો છે. પાકિસ્તાની એન્કરની ભૂમિકા નિભાવનારા ભારતીય શખ્સ પાકિસ્તાની એન્કરની નકલ કરતાં દેખાઇ રહ્યાં છે.
ભારત ચંદ્રયાન-2 મિશનને લઇને દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે. અંતરિક્ષામાં ભારતની વધતી શક્તિ હવે પડોશી રાજ્ય પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખટકી રહી છે. આ વાતને લઇને પાકિસ્તાની એન્કર બેબાકળા બન્યા છે. એક એન્કરે તો હદ પાર કરતાં કહી દીધું કે તેમનું અંતરીક્ષ મિશન રાતના અંધારામાં ચૂપચાપ સૂરજ પર પહોંચી જશે અને કોઇને ખબર પણ નહીં પડે.
ચંદ્રયાન-2 અંગે પાકિસ્તાની એન્કરે કહ્યું કે એક તરફ ભારત ચંદ્રને મામાનો દરજ્જો આપે છે, તો બીજી બાજુ ચંદ્રની છાતીમાં રોકેટ દાગવાનું કામ કરે છે. એન્કરે વધુમાં કહ્યું કે સૂરજ પર પગ મૂકનારો દુનિયાનો પ્રથમ દેશ પાકિસ્તાન હશે.
જો કે વીડિયોની તપાસ કરતાં બહાર આવ્યું કે આ વીડિયો વેબસાઇટ ફેક ન્યૂઝનો છે. પાકિસ્તાની એન્કરની ભૂમિકા નિભાવનારા ભારતીય શખ્સ પાકિસ્તાની એન્કરની નકલ કરતાં દેખાઇ રહ્યાં છે. આ ફેક ન્યૂઝ વીડિયોમાં એન્કર ભારતના ચંદ્રયાન-2ના વખાણ કરતાં દેખાઇ રહ્યાં છે, પરંતુ જ્યારે તેને જાણ થાય છે કે કેમેરો ચાલુ છે તો તેના સૂર બદલી જાય છે અને તે કહેવા લાગે છે કે આવા ભાણેજ કોઇને ન આપે.
વધુમાં એન્કરે કહ્યું કે પાકિસ્તાન વધાપ્રધાન ઇમરાન ખાનને લઇને ભારતમાં અનેક વાતો બનાવવામાં આવી રહી છે, ઇમરાન ખાનને અમેરિકામાં મેટ્રોમાં જવું પડ્યું, પરંતુ અમે ભારતને જણાવવા માગીએ છીએ કે અમારા વજીરે આઝમે ક્યારેય મેટ્રો જોઇ ન હતી, આથી તેઓ મેટ્રોમાં ગયા હતા.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર