પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે મદદ કરતા ભારતનું વિમાન ક્રેશ થતાં બચ્યું

પ્રતિકાત્મક તસવીર

લગભગ પાંચ મહિના સુધી પ્રતિબંધ બાદ ભારતે 16 જુલાઈના રોજ ભારત માટે પોતાની એર સ્પેસ ખોલી દીધી હતી.

 • Share this:
  કરાચી : ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ભલે તણાવભર્યો માહોલ હોય પરંતુ જ્યારે વાત માનવીય ધોરણે મદદ કરવાની હોય ત્યારે બંનેમાંથી એક પણ દેશ પાછળ હટતો નથી. ગત દિવસોમાં કરાચીમાં કંઈક આવું જ બન્યું હતું. પાકિસ્તાનની સિવિલ એવિએશન ઑથોરિટીના એક એર ટ્રાફિક કંટ્રોલરે તાજેતરમાં ભારતીય પાયલટને યોગ્ય ચેતવણી આપીને વિમાન ક્રેશ થતા બચાવી લીધું હતું.

  મોટી દુર્ઘટના ટળી

  ભારતના એક વિમાને જયપુરથી ઓમાનની રાજધાની મસ્કત માટે ઉડાન ભરી હતી. એવિએશન સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે દક્ષિણ સિંધ પ્રાંતના ચોર વિસ્તારમાં વિમાનનો સામનો ખરાબ મોસમ સાથે થયો હતો. 'ધ ન્યૂઝ ઇન્ટરનેશનલ'ના સમાચાર પ્રમાણે વિમાનમાં 150 યાત્રિકો સવાર હતા. વિમાન ગુરુવારે કરાચી ક્ષેત્ર ઉપર ઉડી રહ્યા હતું. આ સમયે વિમાન અચાનક આકાશી વીજળીની ઝપટમાં આવી ગયું હતું. આ સમયે વિમાન લગભગ 36 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. વીજળીની ઝપટમાં આવ્યા બાદ વિમાન 34 હજાર ફૂટ પર નીચે આવી ગયું હતું. આ કારણે પાયલટે ઇમરજન્સી પ્રૉટોકોલ જાહેર કર્યો હતો અને નજીકને એર સ્ટેશનને ખતરા અંગે સૂચના આપી હતી. પાકિસ્તાનના એર ટ્રાફિક કંટ્રોલરે ભારતના પાયલટનો સંદેશ સાંભળીને તેની તાત્કાલિક મદદ કરી હતી, જેના કારણે ખતરો ટળી ગયો હતો.

  આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદ સ્વામીના સેક્સ CD વિવાદે દેશને હચમચાવી નાખ્યો હતો

  આ વર્ષે ભારત પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ ઉભી થયા બાદ પાકિસ્તાને પાંચ મહિના સુધી તેની એર સ્પેસ ભારત માટે બંધ કરી દીધી હતી. જે બાદ 16 જુલાઈના રોજ પાકિસ્તાને એર સ્પેસ ખોલી હતી. બાલાકોટ હવાઇ કાર્યવાહી બાદ પાકિસ્તાને 26મી ફેબ્રુઆરીના રોજ પોતાની એર સ્પેસ ભારત માટે બંધ કરી દીધી હતી. જોકે, ગત મહિને કાશ્મીર મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરેબિયાના પ્રવાસ દરમિયાન પીએમના વીવીઆઈપી વિમાન માટે પાકિસ્તાને પોતાની એર સ્પેસનો ઉપયોગ કરવા પર મનાઈ ફરમાવી દીધી હતી.

  આ પણ વાંચો : નિત્યાનંદ વિવાદનો EXclusive Video : 'માતા સાથે રહેતા એક સંન્યાસીએ મારા પર રેપ કર્યો'
  Published by:Vinod Zankhaliya
  First published: