પાકિસ્તાન માટે જાસૂસી કરતા 'એજન્ટ'ની ધરપકડ, ફેસબૂકથી થઇ હતી ભર્તી

News18 Gujarati
Updated: March 30, 2018, 11:50 AM IST
પાકિસ્તાન માટે જાસૂસી કરતા 'એજન્ટ'ની ધરપકડ, ફેસબૂકથી થઇ હતી ભર્તી
વધુ તપાસ બાદ માલૂમ થયુ છે  કે રવિ કુમાર મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનાં માધ્યમથી પાકિસ્તાન ગુપ્ત અધિકારીઓ સાથે નિયમિત રૂપથી સંપર્કમાં છે અને વાયા દુબઇ તેને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે  છે

વધુ તપાસ બાદ માલૂમ થયુ છે  કે રવિ કુમાર મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનાં માધ્યમથી પાકિસ્તાન ગુપ્ત અધિકારીઓ સાથે નિયમિત રૂપથી સંપર્કમાં છે અને વાયા દુબઇ તેને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે  છે

  • Share this:
નવી દિલ્હી: ઇન્ડિયન આર્મીની ઇન્ટેલીજન્સ યૂનિટ સાથે મળીને પંજાબની ગુપ્ત એજન્સીએ એક ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં ISIનાં ઇશારે ચાલી રહેલાં જાસુસી ગ્રુપનો પર્દાફાર્શ થયો છે. આ મામલે પંજાબનાં મોગા જિલ્લાનાં ધલેકે ગામમાં રહેનારા રવિ કૂમારની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ કથિત રીતે પાકિસ્તાની ગુપ્ત એજન્સી માટે જાસૂસી કરતો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતીપ્રમાણે, તેની પાસે સેનાનાં મહત્વપૂર્ણ એકમ અને સેનાનાં વાહનોનાં આવન-જાવનનાં ફોટો, પ્રતિબંધિત વિસ્તારનાં હાથથી બનેલા નક્શા, સેનાની ટ્રેનિંગનાં મેન્યુઅલની પ્રતિબંધિત ફોટોકોપી મળી આવી છે.

સેનાનાં ઇન્ટેલીજન્સ દ્વારા આપવામાં આવેલાં ઇનપુટને આધઆરે ઇન્સપેક્ટર ગુરિંદર પાલની આગેવાનીમાં એક ટીમે અમૃતસરની ચટ્ટિવિંદ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારથી તેની ધરપકડ કરી હતી. ગુરવારે ઓફિશિયલ સીક્રેટ એક્ટની કલમ 3,4,5 અને 9 હેઠળ તમજ IPCની કલમ 120-B હેઠળ તેનાં વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

શરૂઆતની પુછપરછમાં જાણવા મળ્યું કે, ISIનાં એક અધિકારીએ ફેસબૂકનાં માધ્યમથી સાત મહિના પહેલાં તેની ભર્તી કરી હતી. તે સેનાની ગતિવિધિઓ, ભારતીય ક્ષેત્રમાં બોર્ડર પર નવાં બનાવવામાં આવતા બંકર જેવી અંગત માહિતી પાકિસ્તાની અધિકારીઓ સાથે શેર કરતો હતો.20થી 24 ફેબ્રુઆરી વચ્ચે તે ISIનાં ખર્ચે દુબઇ પણ ફરી આવ્યો હતો. જ્યાં તેને તેનાં કામ વિશે સમજાવવામાં આવ્યું હતું.

આ પહેલાં પણ આવો જ કિસ્સો બની ચૂક્યો છે. પાકિસ્તાની એઝન્સીઓએ છોકરીઓનાં નામથી ઘણાં ફેક ફેસબૂક અકાઉન્ટ બનાવી રાખ્યા છે જેની મદદથી તે બેરોજગાર યુવાઓ તેમજ સેવામાં રિટાયર્ડ સેનાનાં અધિકારીઓ સાથે મિત્રતા કરે છે. અને બાદમાં જાસૂસી ગતિવિધિઓમાં શામેલ થવા માટે લલચાવે છે. આવા નકલી એકાઉન્ટ્સની ઓળખ અને તેમને ટ્રેક કરવા માટે તપાસ ચાલી રહી છે.

વધુ તપાસ બાદ માલૂમ થયુ છે  કે રવિ કુમાર મોબાઇલ ફોન અને ઇન્ટરનેટનાં માધ્યમથી પાકિસ્તાન ગુપ્ત અધિકારીઓ સાથે નિયમિત રૂપથી સંપર્કમાં છે અને વાયા દુબઇ તેને પૈસા ટ્રાન્સફર કરવામાં આવે  છે.
First published: March 30, 2018, 11:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading