Home /News /national-international /પાકિસ્તાનના એક્ટરને હોલિવુડ એક્ટ્રેસે કરી કિસ, ટ્વિટર પર થયો હોબાળો

પાકિસ્તાનના એક્ટરને હોલિવુડ એક્ટ્રેસે કરી કિસ, ટ્વિટર પર થયો હોબાળો

નેટફ્લિક્સના પોપ્યુલર શો ધ ક્રાઉનની સિઝન 5 સ્ટ્રીમ થઈ ગઈ છે.

નેટફ્લિક્સના પોપ્યુલર શો ધ ક્રાઉનની સિઝન 5 સ્ટ્રીમ થઈ ગઈ છે. આ શોમાં બ્રિટિશ મોનાર્ક ક્વિન એલિઝાબેથ દ્વિતીય અને તેમના પરિવારની કહાની દેખાડવામાં આવી છે. શોની પાંચમી સિઝનમાં પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાના લગ્ન અને ડિવોર્સ દેખાડવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ નેટફ્લિક્સના પોપ્યુલર શો ધ ક્રાઉનની સિઝન 5 સ્ટ્રીમ થઈ ગઈ છે. આ શોમાં બ્રિટિશ મોનાર્ક ક્વિન એલિઝાબેથ દ્વિતીય અને તેમના પરિવારની કહાની દેખાડવામાં આવી છે. શોની પાંચમી સિઝનમાં પ્રિન્સ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયનાના લગ્ન અને ડિવોર્સ દેખાડવામાં આવ્યા છે.

    પ્રિન્સેસ ડાયનાએ ડિવોર્સ પછી બ્રિટિશ-પાકિસ્તાની હાર્ટ સર્જન ડોક્ટર હસનત ખાનને ડેટ કર્યો હતો. ધ ક્રાઉનમાં ડોક્ટર હસનતનું પાત્ર પાકિસ્તાની એક્ટર હમાયૂં સઈદે નિભાવ્યું છે. ડાયનાનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ એલિઝાબેથ ડિબેકી અને હમાયુંની વચ્ચે એક કિસિંગ સીન શોમાં બતાવવામાં આવ્યો છે, જેની ઘણી ચર્ચા છે.





    સીન જોઈને ગુસ્સે ભરાય ટ્વિટર યુઝર્સ

    પાકિસ્તાની એક્ટર હુમાયું સઈદ અને હોલિવુડ એક્ટ્રેસ એલિઝાબેથ ડિબેકીને કિસ કરતા જોઈને ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે ભરાયા છે. તેને લઈને ટ્વિટર પર તોફાન થયું છે. હુમાયૂં અને એલિઝાબેથનો કિંસિગ સીન કેટલાક યુઝર્સને પસંદ આવી રહ્યો તો કેટલાક શરમાઈ રહ્યાં છે.

    એક તરફ ઘણા યુઝર્સ તો હોલિવુડના આટલા મોટા શોમાં હુમાયૂં સઈદને જોઈને ખુશ થઈ રહ્યાં છે. ફેન્સનું કહેવું છે કે એક્ટરે પાકિસ્તાનનુ નામ વિશ્વમાં રોશન કર્યું છે. તેઓ આ શોની સાથે-સાથે ઘણી ચીજોને ડિઝર્વ કરે છે. બીજી તરફ કેટલાક યુઝર્સ એવા પણ છે, જેમનું કહેવું છે કે તેમણે આ વાતને ક્યારેય સપનામાં પણ વિચારી નહોતી કે હુમાયૂંને પડદા પર કોઈને કિસ કરતો જોવાની તક મળશે.

    આ પણ વાંચોઃ આનંદ પંડિતની દિવાળી પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સનો જમાવડો, આ ગુજરાતી એક્ટર પ્રોડ્યુસરને કર્યા હતા ઇન્વાઇટ

    કેટલાક યુઝર્સનું કહેવું છે કે હુમાયૂં સઈદને આમ ઓનસ્ક્રીન પર કિસ કરતા જોવો તે શરમની વાત છે. જો કોઈ એક્ટ્રેસ આવુ કરે છે તો હંગામો થઈ જાય છે. જ્યારે હુમાયૂંના ફેન્સ તેમનો સાથ આપતા કહી રહ્યાં છે કે એક્ટરને આટલા મોટા શોમાં કામ કરતા જોઈને ખુશ થવું જોઈએ, તેમની નીંદા ન કરવી જોઈએ.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Actors, Pakistan news, Tv actress

    विज्ञापन
    विज्ञापन