નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં ગણતંત્ર દિવસથી બે દિવસ પહેલા પાકિસ્તાન જિંદાબાદ (Pakistan Zindabad)ના નારા લાગ્યા છે. નવી દિલ્હીના ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન (Khan Market Metro Station)ની બહાર પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા છે. તેની સૂચના મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં હોબાળો થઈ ગયો અને પોલીસ (Police) અલર્ટ મોડ પર આવી ગઈ છે. સૂચના મળતા જ પોલીસની પીસીઆર ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી. ત્યારબાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તથા તપાસ એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શનિવાર અને રવિવાર દરમિયાન રાત્રે આ નારા લગાવવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવી રહી છે.
નારા લગાવવાના આરોપમાં પોલીસે 3 યુવક અને 3 યુવતીને કસ્ટડીમાં લઈ લીધા છે અને મામલામાં પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રારંભિક જાણકારી મુજબ, પીએસ તુગલક રોડમાં રાત્રે લગભગ 1 વાગ્યે એક પીસીઆર કોલ આવ્યો હતો કે ખાન બજાર મેટ્રો સ્ટેશન પાસે કેટલાક લોકો પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા સાંભળવા મળ્યા છે. ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી.
Delhi| PCR call about 6 people heard sloganeering Pakistan Zindabad near Khan Market metro station received last night. It was found that during racing on rental bikes, they kept each other's names based on countries incl Pakistan. The slogan was raised in a lighter vein: Police
સૂચના મળ્યા બાદ તપાસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને જાણવા મળ્યું કે બે પુરુષ, 3 મહિલા અને એક કિશોરી બ્લૂ રંગની બાઇક પર ઘટનાસ્થળે હાજર હતા. પૂછપરછ બાદ જાણવા મળ્યું કે બંને પરિવાર બાળકોની સાથે ઈન્ડિયા ગેટની આસપાસ ફરવા આવ્યો હતો અને યુલુ બાઇક ભાડે લીધી હતી. તેઓએ બાઇક રેસ લગાવી અને એક બીજાના નામ દેશના નામ પર રાખ્યા, તેમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ હતું. આ દરમિયાન તેઓએ ઉત્સાહમાં ધીમા અવાજમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. મામલાને પોલીસે ગંભીરતાથી લીધો છે અને તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે.
એએનઆઈના અહેવાલ મુજબ, પોલીસે કહ્યું છે કે, પીસીઆર વાનને કેટલાક લોકો ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન બહાર પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતા હોય તેવી સૂચના મળી હતી. તેમની સાથેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ભાડાની બાઇક લઈને રેસિંગ કરતી વખતે તેમણે ટીમના નામ દેશના નામ પર રાખ્યા હતા જેમાં પાકિસ્તાનનો પણ સમાવેશ થતો હતો. નારા હળવી મજાકમાં લગાવવામાં આવ્યા હતા.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર