જમ્મુ હુમલાની કિંમત ચૂકવશે પાક, સમય અમે નક્કી કરીશું: રક્ષા મંત્રી

News18 Gujarati
Updated: February 13, 2018, 10:38 AM IST
જમ્મુ હુમલાની કિંમત ચૂકવશે પાક, સમય અમે નક્કી કરીશું: રક્ષા મંત્રી
News18 Gujarati
Updated: February 13, 2018, 10:38 AM IST
રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે જમ્મુ કાશ્મીરના સુંજવાન સૈન્ય શિબિર પર થયેલ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને દોષિત ગણાવતાં સોમવારે કહ્યું કે પાકિસ્તાને પોતાના દુરસાહસની કિંમત ચુકવવી પડશે.

નિર્મલા સીતારમણ કાલે સુંજવાન આર્મી કેમ્પ પહોંચી અને ત્યાંનું હવાઈ નિરિક્ષણ કર્યું હતું. અહીંથી તેમણે આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે હુમલાના ઈજાગ્રસ્ત સૈનિકોના ખબર અંતર પુછ્યાં હતાં.

સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, આ હુમલો જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. હુમલાના માસ્ટરમાઈન્ડ મસુદ અઝહર છે, જે પાકિસ્તાનમાં છે. સંરક્ષણમંત્રીએ હુંકાર કર્યો હતો કે, સેનાના જવાનોની કુરબાની વ્યર્થ નહીં જાય. પાકિસ્તાને આ હુમલાની કિંમત ચુકવવી પડશે. તેમણે સરહદ પર અત્યાધુનિક હથિયારો તૈનાત કરવા, પેટ્રોલિંગ વધારવા અને આર્મી કેમ્પમાં ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવા જણાવ્યું હતું.

તેમને એર પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે પાકિસ્તાનમાંથી સરકાર સબૂતો મળ્યાં છે? નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, હાં બધા સબૂતોને ભેગા કરવામાં આવ્યાં છે અને દરેક વખતની જેમ જે પાકિસ્તાનને બધા સબૂતો આપવામાં આવશે. પરંતુ પાકિસ્તાને હજી કોઈ કાર્યવાહી કરી નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ હુમલાને લઈને સેનાએ કેટલાક પુરાવાઓ એકત્ર કર્યા છે જે પાકિસ્તાનને આપવામાં આવશે. આ હુમલામાં હાથ લાગેલા પુરાવાઓની એનઆઈએ તપાસી રહી છે. અનેક ડોઝિયર આપવા છતાં પાકિસ્તાને આ દિશામાં કોઈ પગલા ભર્યા નથી. તેમણે ફરી એકવાર કહ્યું હતું કે પાકિસ્તાને તેની આ હરકતોની કિંમત ચુકવવી પડશે. આ હુમલાનો જવાબ ભારત તેના હિસાબે અને યોગ્ય સમયે આપશે.

તેમણે જાણકારી આપતા કહ્યું હતું કે આ સૈન્ય શિબિર પર જે આતંકવાદી હુમલો થયો હતો તેને સીમા પારથી નિયત્રિંત કરવામાં આવી રહ્યો હતો.તેમણે વધુમાં જણાવતા કહ્યું કે આતંકવાદીઓ સેનાની વરદીમાં આવ્યાં હતાં. આતંકવાદીઓએ સેનાના પરિવારને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્રણ આતંકવાદીઓ ઠાર થયાં છે, કુલ ચાર હુમલાખોરો હોવાનું કહેવાય છે. સૈન્ય અભિયાન સોમવારે સવારે સાડા પાંચ વાગ્યે પૂર્ણ થયું હતું. જ્યારે સર્ચ ઓપરેશન યથાવત છે. કેંપના તમામ 36 બેરેક્સમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમણે ઘટસ્ફોટ કર્યો હતો કે, હુમલાખોરોને સ્થાનિક લોકો દ્વારા મદદ પુરી પાડવામાં આવી હતી.

સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આ કૈન્ટોન્મેન્ટના આસપાસના ક્ષેત્ર એ ઈશારો કરે છે કે આતંકવાદીઓને સ્થાનીય સહાયતા મળી હશે અને આ ક્ષેત્રમાં આતંકવાદી હુમલાની આશંકાની એલર્ટ જારી કરવામાં આવી હતી. ક્વિક રિએક્શન ટીમને સંવેદનશીલ વિસ્તારોમાં મુકવામાં આવી હતી. એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું કે આતંકવાદી કમજોર તત્વોને નિશાનો બનાવી શકે છે. એટલે તેમને પરિવાર રહે છે તે ક્વાટરો પર પણ રાખવામાં આવ્યાં હતાં.
Loading...

તેમણે કહ્યું કે આતંકવાદીઓની ઘુસપેઠને કેટલાકે જોઈ લીધી અને ક્યૂઆરટીએ તેમને લલકાર્યા જે પછી બંન્ને તરફથી ગોળીબાર શરૂ થઈ ગયો હતો. જે પછી આતંકવાદીઓ જુદી જુદી જગ્યાએ વહેંચાઈ ગયા અને આ ઘાતક હુમલો કર્યો હતો. આ આતંકવાદી ફેમીલી ક્વાટરમાં પહોંચીને કેટલાક બ્લોક પર પણ કબજો કરી લીધો હતો.

તેમણે શહીદ થયેલા સૈનિકો અને તેમના પરિવારજનો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી અને કહ્યું કે તેમની કુરબાની વ્યર્થ નહીં જાય.
First published: February 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...