ભારત વિરુદ્ધ પાકિસ્તાને F-16 નહીં આ ચાઇનીઝ જેટ વાપર્યુ હતું: રિપોર્ટ

News18 Gujarati
Updated: March 5, 2019, 7:40 AM IST
ભારત વિરુદ્ધ પાકિસ્તાને F-16 નહીં આ ચાઇનીઝ જેટ વાપર્યુ હતું: રિપોર્ટ
ચાનીઇઝ પ્લેન JF 17ની ફાઇલ તસવીર

ભારતીય વાયુસેનાએ અમેરિકાને મિસાઇલના ટુકડાઓ સોંપ્યા છે. ભારતના મતે આ મિસાઇલ F-16માં જ ઉપયોગમાં લેવાતી હોવાથી તેનો દાવો ખોટો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી અને હુમલો કરવા માટે પાકિસ્તાને અમેરિકાના F-16 નહીં પરંતુ ચીનના JF17નો ઉપયોગ કર્યો હતો. આ ફાઇટર જેટ ચીને પાકિસ્તાન સાથે મળી તૈયાર કર્યુ છે.

પાકિસ્તાનના અંગ્રેજી અખબાર DAWNમાં છપાયેલા અહેવાલ મુજબ, CNNના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે ભારતે જે ફાઇટર પ્લેનને તોડી પાડ્યું તે F-16 નહીં પરંતુ JF17 હતું. અમેરિકાએ પાકિસ્તાનને F-16એ શરતે આપ્યું હતું કે તેનો ઉપયોગ આતંકવાદની વિરુદ્ધ કરવામાં આવશે. પાકિસ્તાને આ વિમાનના ઉપયોગની શરતોનો ભંગ કર્યો છે. જ્યારે અમેરિકા એ જાણવા માગે છે કે ખરેખર પાકિસ્તાને F-16નો ઉપયોગ કર્યો છે કે નહીં?

પાકિસ્તાન F-16નો ઉપયોગ કર્યો હોવાનો અહેવાલ નકારી રહ્યું છે. ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓએ આ હુમલમાં F-16ના ઉપયોગના પુરાવાઓ રજૂ કર્યા છે. મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાના અધિકારી ભારતીય સેનાના અધિકારી સાથે પુરાવા મોકલી ચર્ચા કરી રહ્યાં છે.

અમેરિકાના દૂતાવાસના પ્રવક્તાઓ રૉયટર્સના રિપોર્ટરોને જણાવ્યું હતું કે અમે પાકિસ્તાન દ્વારા F-16ના ઉપયોગ અંગેના નજર નાંખીને બેઠા છે. ભારતે આપેલા પુરાવાઓ પર પણ અભ્યાસ કરવામાં આવશે. અમેરિકા શર્તોને આધીન શસ્ત્રો આપે છે, જો તેનો ભંગ થાય તો અમેરિકા ચોક્કસપણે પગલા ભરે છે.
First published: March 4, 2019, 6:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading