ઇમરાનને ફટકો, FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન, ફેબ્રુઆરી સુધી 6 માપદંડોને પૂરા કરવા પડશે

News18 Gujarati
Updated: October 23, 2020, 10:44 PM IST
ઇમરાનને ફટકો, FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન, ફેબ્રુઆરી સુધી 6 માપદંડોને પૂરા કરવા પડશે
ઇમરાનને ફટકો, FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન, ફેબ્રુઆરી સુધી 6 માપદંડોને પૂરા કરવા પડશે

FATFએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાન સરકાર આતંકવાદ સામે 27 સૂત્રીય એજન્ડાને પુરા કરવામાં નિષ્ફળ રહી છે

  • Share this:
નવી દિલ્હી : પાકિસ્તાનને (Pakistan)ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF)મોટો ઝટકો આપ્યો છે. FATFએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇમરાન ખાન સરકાર આતંકવાદ સામે 27 સૂત્રીય એજન્ડાને પુરા કરવામાં નિષ્ફળ રહી છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત આતંકવાદીઓ સામે કોઇ યોગ્ય કાર્યવાહી કરી નથી. એફએટીએફે કહ્યું કે નક્કી કરેલા સમયગાળામાં પાકિસ્તાન સરકારે 27 કાર્યયોજનાઓમાંથી 21 પૂરી કરી છે. એએફટીએફે પાકિસ્તાનને કહ્યું કે તે ફેબ્રુઆરી 2021 સુધી બધી કાર્યયોજનાઓને પૂરી કરે.

FATFના અધ્યક્ષ માર્કસ પ્લીયરે કહ્યું કે પાકિસ્તાને આતંકના વિત્તપોષણમાં સામેલ લોકો પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને કેસ ચલાવવો જોઈએ. પાકિસ્તાને આતંકવાદના વિત્તપોષણને રોકવા માટે વધારે પ્રયત્નો કરવાની જરૂર છે. જૂન 2018માં FATFએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મૂક્યું હતું. તે સમયે પાકિસ્તાનને ધન શોધન અને આતંકવાદ સામે વિત્તપોષણ રોકવા માટે 27 પોઇન્ટની કાર્ય યોજનાને 2019ના અંત સુધી લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે કોરોના વાયરસના કારણે સમય સીમા વધારી હતી.

આ પણ વાંચો - મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન, 'જ્યાં સુધી અમારો ઝંડો પાછો નહીં મળે ત્યાં સુધી તિરંગો નહીં લહેરાવીએ'

જે આદેશોને પૂરા કરવામાં પાકિસ્તાન નિષ્ફળ રહ્યું છે તેમાં જૈશ એ મોહમ્મદ પ્રમુખ અઝહર, લશ્કર એ તૈયબાના સંસ્થાપક સીડ અને સંગઠનના ઓપરેશનલ કમાન્ડર જહુર રહમાન લખવી જેવા આતંકવાદીઓ સામે કાર્યવાહી સામેલ છે. એક અધિકારીએ કહ્યું કે એફએટીએફએ એ તથ્ય પર ભાર આપ્યો છે કે તેની એન્ટી ટેરીરીઝમ એક્ટની અનુસુચી IVના અંતર્ગત 7600ની મૂળ યાદીમાંથી 4000થી વધારે આતંકવાદીઓના નામ અચાનક ગાયબ થઈ ગયા હતા.

દુનિયાના 4 મોટા દેશ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની આતંકવાદીઓ સામે કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ નથી. પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખવાનું આ પણ એક કારણ હોઈ શકે છે.
Published by: Ashish Goyal
First published: October 23, 2020, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading